નવી દિલ્હીઃ Kane Williamson Replacment: આઈપીએલ 2023 (IPL 2023) ની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ  (GT vs CSK)વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ટાઇટન્સ માટે મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળનાર કેન વિલિયમસન (Kane Williamson)ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઈજા બાદ વિલિયમસન બહાર થઈ ગયો છે. હવે ગુજરાત ટાઈટન્સે વિલિયમસનના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. વિલિયમસનના સ્થાને શ્રીલંકાના કેપ્ટનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન વિલિયમસનના રિલ્પેસમેન્ટની જાહેરાત
ગુજરાત ટાઇટન્સે IPLની બાકીની ટીમમાં ઇજાગ્રસ્ત કેન વિલિયમસનના સ્થાને શ્રીલંકાના મર્યાદિત ઓવરોના કેપ્ટન દાસુન શનાકાની પસંદગી કરી છે. તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયામાં શનાકાને સામેલ કરવામાં આવ્યો છે. શનાકા મિડલ ઓર્ડર બેટરની સાથે બોલિંગ પણ કરે છે. તે છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. 


આ પણ વાંચોઃ IPL 2023માં કોરોનાની એન્ટ્રી : આ દિગ્ગજ આવ્યો પોઝિટિવ; લીગ પર ખતરો મંડરાયો


કેન વિલિયમસન થયો હતો ઈજાગ્રસ્ત
ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ્સની 13મી ઓવર માટે હાર્દિકે જોશુઆ લિટલને બોલ સોંપ્યો હતો. ત્રીજા બોલ પર ઋતુરાજ ગાયકવાડે મિડ-વિકેટ બાઉન્ડ્રી તરફ શોટ માર્યો હતો, આ બોલને કેચ કરવા સમયે કેન વિલિયમસન બેલેન્સ ગુમાવી ચુક્યો હતો. વિલિયમસનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. વિલિયમસનની ઈજા ગંભીર હોવાને કારણે તે બહાર થઈ ગયો અને સ્વદેશ પરત ફરી ચુક્યો છે. 


વિલિયમસન રિકવરી માટે ન્યુઝીલેન્ડ પરત ફર્યો
કેન વિલિયમસન ઈજાના કારણે ન્યુઝીલેન્ડ પરત ફર્યો છે. ટીમ છોડતી વખતે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તે ક્રેચની મદદથી ઉભો જોવા મળી રહ્યો છે. પોસ્ટ શેર કરતી વખતે, તેણે લખ્યું, 'ગુજરાત ટાઇટન્સ અને ઘણા અદ્ભુત લોકોનો આભાર કે જેમણે છેલ્લા કેટલાક દિવસોમાં પોતાનું સમર્થન આપ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube