કોણ છે આ યુવતી? જેની સાથે ઉડી હાર્દિક પંડ્યાની ડેટિંગની રૂમર્સ....નતાશાએ કેમ કહ્યું `ઓબ્ઝર્વ કરીએ`
હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં તિરાડ પડ્યાની અટકળોથી તો જાણે સોશિયલ મીડિયા ભરાઈ પડ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર આ બંનેને લઈને અનેક ચર્ચાઓ ચગડોળે ચડી છે. ઘણા સમયથી આ બંને વચ્ચે કઈંક નવાજૂની હોવાનું રંધાઈ રહ્યું છે. આ બધા વચ્ચે હાલમાં જ ક્રિકેટરની એક મિસ્ટ્રી ગર્લ સાથેની કેટલીક તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થયા છે.
હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં તિરાડ પડ્યાની અટકળોથી તો જાણે સોશિયલ મીડિયા ભરાઈ પડ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર આ બંનેને લઈને અનેક ચર્ચાઓ ચગડોળે ચડી છે. ઘણા સમયથી આ બંને વચ્ચે કઈંક નવાજૂની હોવાનું રંધાઈ રહ્યું છે. આ બધા વચ્ચે હાલમાં જ ક્રિકેટરની એક મિસ્ટ્રી ગર્લ સાથેની કેટલીક તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થયા છે. આ છોકરી સાથેની તસવીરોમાં હાર્દિક ખુબ ખુશ પણ જોવા મળ્યો, આ પોસ્ટ બાદ લોકોએ એવી અટકળો લગાવવાની શરૂ કરી દીધી છે કે હાર્દિક આ યુવતીને ડેટ કરી રહ્યો છે.
કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?
અત્રે જણાવવાનું કે આ છોકરી એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે અને તેનું નામ પ્રાચી સોલંકી છે. પ્રાચીના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 546K ફોલોઅર્સ છે. પ્રાચી એક ડિજિટલ ક્રિએટર પણ છે. પરંતુ એક પોસ્ટે તેને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધી છે. હવે ડેટિંગ રૂમર્સમાં કેટલી સચ્ચાઈ છે તે પણ સામે આવી ગયું છે. અત્રે જણાવવાનું કે હાર્દિક આ યુવતીને ડેટ કરી રહ્યો નથી. પ્રાચી બસ હાર્દિક પંડ્યાની એક ફેન છે. તેણે પોતે આ પોસ્ટ શેર કરીને લખ્યુ છે કે તે હાર્દિકને મળીને કેવું મહેસૂસ કરી રહી છે.
શું છે રૂમર્સની સચ્ચાઈ?
એટલું જ નહીં પ્રાચી સોલંકીએ હાર્દિકની સાથે સાથે ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી સાથેની તસવીરો પણ શેર કરી છે. આખો પંડ્યા પરિવાર પ્રાચીની નીકટ હોય તેવું જણાઈ આવે છે. આ કારણ કે કદાચ ડેટિંગ રૂમર્સને હવા મળી હોઈ શકે. આ બધા વચ્ચે હવે ક્રિકેટરની પત્નીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એવું લાગે છે કે જાણે તે લોકો સામે પોતાના મનની વાત કરી રહી છે. જાણો નતાશાએ શું કહ્યું.
નતાશાનો Video, જાણો શું કહ્યું
પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોફી પીતા પીતા તેણે વાત કરી છે. તેણે કહ્યું કે હું અહીં બેસીને કોઢી પી રહી છું અને મારા મનમાં એક ખ્યાલ આવ્યો છે કે આપણે લોકોને કેટલા જલદી જજ કરી લઈએ છીએ. જો આપણેકોઈને પોતાના કેરેક્ટરથી હટીને એક્ટિંગ કરતા જોઈએ તો આપણે અટકતા નથી, આપણે તેને ઓબ્ઝર્વ કરતા નથી અને આપણા મનમાં કોઈ સહાનુભૂતિ હોતી નથી. આપણે સીધા જજ કરવા લાગીએ છીએ. આપણે નથી જાણતા કે શું થયું છે? આખી ઘટના, પૂરી સ્થિતિ પાછળ શું છે? આથી આવો આપણે ઓછા જજમેન્ટલ બનીએ, વધુ ઓબ્ઝર્વ કરીએ, વધુ સહાનુભૂતિ રાખીએ અને લોકો સાથે ધૈર્ય રાખીએ.