નવી દિલ્હીઃ વિશ્વ કપ પહેલા ઈંગ્લેન્ડની ટીમ શાનદાર ફોર્મમાં છે. સિરીઝની ત્રીજી વનડેમાં પાકે 340 રન બનાવ્યા છતાં તેણે ઈંગ્લેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેસન રોયની 114 રનની આક્રમક ઈનિંગે પાકિસ્તાન ટીમને પસ્ત કરી દીધી હતી. તેનાથી પણ ખાસ તે છે કે તેણે મુશ્કેલ પરિસ્થિતિમાં સદી ફટકારી હતી. હકીકતમાં તેને એક દિવસ પહેલા પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી અને રાતભર જાગતો રહ્યો હતો. ત્યારબાદ તે સીધો મેદાન પર પહોંચ્યો હતો. જેસને કહ્યું કે, આ તેની મુશ્કેલ સ્થિતિમાં ફટકારેલી સદી છે અને તેથી પરિવાર માટે પણ ખાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેસને રાત્રે 1.30 કલાકે પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને ત્યારબાદ તે હોસ્પિટલમાં રહ્યો હતો. સવારે માંડ બે કલાક આરામ કર્યો અને ફરી મેદાન પર પહોંચી ગયો હતો. મેચમાં તેણે માત્ર 89 બોલ પર 11 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 114 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની આ કરારી હાર બાદ ઈંગ્લેન્ડ પાંચ મેચોની સિરીઝમાં 3-0થી આગળ છે. 


જેસન રોયને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિશ્વકપ યજમાન અને પ્રબળ દાવેદારોમાં સામેલ ઈંગ્લેન્ડે પાકિસ્તાનના 341 રનના લક્ષ્યને 49.3 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. આ સિરીઝમાં રોયની આ બીજી સદી હતી. 


World Cup 2019: બેટ્સમેનો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે આ 5 ફાસ્ટ બોલર

પરંતુ ત્યારબાદ ટીમે ત્રણ વિકેટ 10 બોલની અંદર ગુમાવી દીધી જેમાં માત્ર સાત રન બન્યા હતા. પરંતુ સ્ટોક્સના અણનમ 71 રનની મદદથી ત્રણ બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આ પહેલા બાબર આઝમના કરિયરની નવમી સદીની મદદથી પાકિસ્તાને સાત વિકેટ પર 340 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ટોમ કરને 75 રન આપીને ચાર જ્યારે માર્ક વુડે 71 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 


ઇમામ ઉલ હકે ચોથી ઓવરમાં જ વુડનો  બોલ કોણી પર લાગવાને કારણે ક્રીઝ છોડવી પડી ત્યારબાદ બાબરે ક્રીઝ પર પર મુક્યો તથા 112 બોલનો સામનો કરતા 13 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેણે પ્રથમ વિકેટ માટે 120 અને બીજી વિકેટ માટે 104 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ઈંગ્લેન્ડે આ પહેલા ત્રીજી વનડે મેચમાં 359 રનનો લક્ષ્ય સફળતાપૂર્વક હાસિલ કર્યો હતો. પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઇ ગયો હતો.