લંડનઃ ક્રિકેટ વેસ્ટઈન્ડિઝના વિવાદાસ્પદ અધ્યક્ષ ડેવ કૈમરન પોતાનું પદ જાળવી રાખવા માટે થયેલા મતદાનમાં હારી ગયા છે. બોર્ડનું સંચાલન કરતી સમિતિએ આ જાણકારી આપી છે. કૈમરનનો રિકી સ્કેરિટ વિરુદ્ધ મતદાનમાં 4-8થી હારનો સામનો કરવો પડ્યો છે. આ મતદાન રિવારે જમૈકાના કિંગ્સટનમાં થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કેરિટ વેસ્ટઈન્ડિઝ ટીમના પૂર્વ મેનેજર રહી ચુક્યા છે. સ્કેરિટના સાથી અને ઉપાધ્યક્ષ પદ માટે ઇમાનુએલ નાથનને પડકાર આપનારા ડો. કિશોર શૈલોએ પણ આ અંતરે જીત મેળવી છે. 


ક્રિકેટ વેસ્ટઈન્ડિઝ તરફતી જાહેર થયેલા નિવેદનમાં સ્કેરિટે કહ્યું, હું અધ્યક્ષ પદે ચૂંટાવાને કારણે ગૌરવ અનુભવી રહ્યો છું. તેણે કહ્યું, અમે વેસ્ટઈન્ડિઝ ક્રિકેટના વિકાસ માટે મેદાનની બહાર અને અંદર કામ કરવાના શપથ ગ્રહણ કરીએ છીએ. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર