કેપટાઉનઃ સ્ટાર ડેવિડ મિલરના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી સાઉથ આફ્રિકાએ ખુબ રોમાંચક પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને સુપર ઓવરમાં પરાજય આપ્યો હતો. મિલરે વિકેટકીપરની ભૂમિકા નિભાવતા એક કેચ ઝડપ્યો અને એક સ્ટમ્પિંગ પણ કર્યું હતું. શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ પર 134 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ મિલરે 23 બોલમાં 41 રન બનાવ્યા પરંતુ સાઉથ આફ્રિકાના નિચલા ક્રમનો ધબડકો થયો અને તેણે 8 વિકેટ ધડાધડ ગુમાવી દીધી હતી. બંન્ને ટીમોનો સ્કોર બરોબરી પર રહ્યો હતો. 


વિશ્વના 100 ફેમસ ખેલાડીઓના લિસ્ટમાં વિરાટ નંબર-1 ક્રિકેટર, ધોની 13માં ક્રમે


સુપર ઓવરમાં મિલરે 13 રન બનાવ્યા જેની મદદથી સાઉથ આફ્રિકાએ એક ઓવરમાં 14 રન કર્યા હતા. આ ઓવર મલિંગાએ કરી હતી. લંકાની ટીમ જવાબમાં ઇમરાન તાહિરની ઓવરમાં માત્ર પાંચ રન બનાવી શકી હતી. આ વિજય સાથે સાઉથ આફ્રિકાએ ત્રણ મેચોની ટી20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.