નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ (World Cup) ટીમમાં પસંદ કરાયેલ બેટ્સમેન ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ આ મહિનાના અંતમાં પોતાની આઈપીએલ ટીમ છોડીને બે મેથી શરૂ થઈ રહેલા નેશનલ ટીમના અભ્યાસ સત્રમાં ભાગ લેશે. સ્મિથ અને વોર્નર આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે રમી રહ્યાં છે. બંન્નેએ એક વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, આઈસીસી વિશ્વ કપ માટે પસંદ કરાયેલા 15 સભ્યોની ટીમ બે મેથી બ્રિસબેનમાં રાષ્ટ્રીય ક્રિકેટ સેન્ટર પર પ્રેક્ટિસ કરશે. વોર્નર આઈપીએલમાં 400 રન બનાવીને ઓરેન્જ કેપ હાસિલ કરી ચુક્યો છે, જ્યારે સ્મિથે સાત મેચોમાં 186 રન બનાવ્યા છે. રાજસ્થાને 30 એપ્રિલે આરસીબી અને ચાર મેએ દિલ્હી સામે મેચ રમવાની છે. તો સનરાઇઝર્સનો સામનો બે મેએ મુંબઈ અને 4 મેએ આરબીસી સામે થશે. 


WC 2019: ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન, કોણ થયું બહાર

ફાસ્ટ બોલર જૈસન બેહરેનડોર્ફ અને ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસને પણ વિશ્વ કપની ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે, જે આ મહિનાના અંતમાં મુંબઈ અને આરસીબીને છોડી દેશે. ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપની પ્રથમ મેચ એક જૂને અફગાનિસ્તાન સામે રમવાની છે. 


ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ટીમ ઓસ્ટ્રેલિયા રહી છે. 5 વખત વર્લ્ડકપ જીતનાર આ ટીમમાં વર્લ્ડ કપમાં હંમેશા ફેવરીટ ગણવામાં આવે છે. 1999, 2003 અને 2007માં સતત ચેમ્પિયન રહી ઓસ્ટ્રેલિયા વર્ષ 2011માં ક્વાર્ટર ફાઇનલમાં જ વર્લ્ડ કપની દોડમાંથી બહાર થઇ ગઇ હતી. ત્યારબાદ પરંતુ 2015માં ફરી ટ્રોફી પર પોતાનો કબજો જમાવી લીધો. આ પહેલાં વર્ષ 1987માં પણ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે.