ડેવિડ વોર્નરે પુત્રી સાથે કર્યો `શીલા કી જવાની` ગીત પર ડાન્સ, જુઓ વીડિયો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર ફ્રી સમયમાં ટિકટોક પર વીડિયો બનાવી રહ્યો છે. ફેન્સ તેની પોસ્ટને ખુબ પસંદ કરી રહ્યાં છે.
મેલબોર્નઃ કોરોના વાયરસ (Coronavirus)ને કારણે વિશ્વભરમાં ક્રિકેટની તમામ ગતિવિધિઓ ઠપ્પ છે. તેવામાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર પરિવારની સાથે સમય પસાર કરી રહ્યો છે. વોર્નરે ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની પુત્રીની સાથે બોલીવુડ ગીત 'શીલા ની જવાની' પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વોર્નર આ સપ્તાહે ટિકટોક સાથે જોડાયો છે અને તેણે હવે વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં વોર્નરની પુત્રી ભારતીય વેષભૂષામાં જોવા મળી રહી છે, જ્યારે વોર્નર શીલાની જવાની ગીત પર ડાન્સ કરી રહ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube