નવી દિલ્હીઃ ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગ મામલામાં ફસાયા બાદ આખરે આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કરી લીધો. એએનઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈટો કે ષણમુઘમે ટીમના સત્તાવાર હેન્ડલ પર ટ્વીટ કર્યું, હાલની ઘટનાઓને જોતા ડેવિડ વોર્નરે સનરાઇઝર્સની કેપ્ટનશિપ છોડી દીધી છે. ટીમના નવા કેપ્ટનની જાહેરાત જલ્દી કરવામાં આવશે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં બોલ ટેમ્પરિંગ વિવાદમાં સ્મિથ, બેનક્રોફ્ટની સાથે ડેવિડ વોર્નરનું નામ આપ્યું હતું. ત્યારબાદ સ્મિથે ઓસિા કેપ્ટન પદ્દે અને વોર્નરે વાઇસ કેપ્ટન પદ્દેથી રાજીનામું આપી દીધું હતું. આ વિવાદ વધતા બંન્ને પર આઈપીએલની કેપ્ટનશિપ છોડવાનો દબાવ વધી રહ્યો હતો. 


સ્મિથે તો રાજસ્થાન રોયલ્સના કેપ્ટન પદ્દેથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ વોર્નરે નિર્ણય લેવાનો બાકી હતો. બીજીતરફ વોર્નર પાર્ટી કરતા અને સાથી ખેલાડીઓને નારાજગીનો સામનો કરવા ચર્ચામાં આવ્યો હતો. મીડિયામાં તેવો રિપોર્ટ આવ્યો કે આ કાંડની પાછળ વોર્નરનું મગજ છે. 


હવે હૈદરાબાદની કમાન શિખર ધવન, ઋૃદ્ધિમાન સહા, મનીષ પાંડે, કેન વિલિયમસનમાંથી કોઈને સોંપી શકાય છે. જો ધવન કે સહાને કેપ્ટન બનાવવામાં આવે તો આ પહેલીવાર થશે કે આઈપીએલમાં તમામ ટીમના કેપ્ટનો ભારતીય હશે. 


હૈદરાબાદની ટીમ આ પ્રમાણે છે
ડેવિડ વોર્નર, ભુવનેશ્વર કુમાર, મનીષ પાંડે, રાશિદ ખાન, શિખર ધવન, સહા, દીપક હુડ્ડા, કેન વિલિયમસન, સચિન બેબી, રિકી ભુઈ, તન્મય અગ્રવાલ, શ્રીવત્સ ગોસ્વામી, સંદીપ શર્મા, સૈયદ ખલીલ અહમદ, બેસિલ થમ્પી, ટી.નટરાજન, બિલી સ્ટૈનલેક, સિદ્ધાર્થ કોલ, મેહદી હસન, યુસૂફ પઠાણ, કાર્લોસ બ્રેથવેટ, ક્રિસ જોર્ડન, શાકિબ અલ હસન, મોહમ્મહ નબી, બિપુલ શર્મા.