ડેવિડ વોર્નરે આપ્યો સંકેત, ટી20 ક્રિકેટને કહી શકે છે અલવિદા
ડેવિડ વોર્નરે કહ્યું કે, તે ટેસ્ટ અને વનડે કિયરને આગળ વધારવા અને પોતાના પરિવારની સાથે સમય પસાર કરવા માટે આગામી કેટલાક વર્ષોમાં ટી20 ક્રિકેટને અલવિદા કહી શકે છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરે કહ્યું કે, તે ટેસ્ટ અને વનડે કરિયરને આગળ વધારવા અને પોતાના પરિવારની સાથે વધુ સમય પસાર કરવા માટે આગામી કેટલાક વર્ષોમાં ટી-20 ક્રિકેટને અલવિદા કહી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એલન બોર્ડર મેડલ જીતનાર વોર્નરે પુરસ્કાર મેળવ્યા બાદ ભાવુક થયો હતો. 2018માં બોલ ટેમ્પરિંગને કારણે એક વર્ષ પ્રતિબંધનો સામનો કર્યા બાદ શાનદાર વાપસી કરતા વોર્નરે આ પુરસ્કાર જીત્યો છે.
ડેવિડ વોર્નરને વર્ષનો સર્વશ્રેષ્ઠ ટી20 ક્રિકેટર પણ પસંદ કરવામાં આવ્યો હતો. વોર્નરે એએપીને કહ્યું, 'ટી20 ક્રિકેટમાં સતત વિશ્વકપ રમવાનો છે. આ ફોર્મેટમાં હું આગામી કેટલાક વર્ષોમાં નિવૃતી લઈ શકુ છું. ત્રણેય ફોર્મેટમાં રમવું મુશ્કેલ છે. તે બધાને શુભકામનાઓ જે આમ કરી શકે છે. આ પડકારજનક છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube