મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી દરમિયાન બોલ ટેમ્પરિંગ વિવાદમાં પ્રતિબંધ બાદ જલદી નવા રોલમાં જોવા મળશે. મહત્વનું છે કે, ડેવિડ વોર્નર 13 જૂનથી ઈંગ્લેન્ડના પ્રવાસ પર રમાનારી પાંચ મેચોની વનડે શ્રેણીમાં કોમેન્ટ્રી કરવો જોવા મળશે. બોલ ટેમ્પરિંગ મામલે 12 મહિનાના પ્રતિબંધ બાદ વોર્નર ચેનલ નાઇન માટે કોમેન્ટ્રી કરશે. વેબસાઇટ ઈએસપીએન ક્રિકઈન્ફોના ચેનલ નાઇનના ડાયરેક્ટર ટોમ મલોનેના હવાલાથી કહ્યું, ડેવિડ વોર્નર વનડે અને ટી-20નો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે. તેથી તે ઈંગ્લેન્ડમાં રમાનારી શ્રેણીનું કવરેજ કરવા માટે યોગ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેવિડ વોર્નર 16 જૂને કાર્ડિફમાં રમાનારી બીજી મેચમાં કોમેન્ટ્રી પેનલ સાથે જોડાશે. ત્યારબાદ તે પોતાની ટીમના પૂર્વ સાથે અને બોલ ટેમ્પરિંગ મામલામાં એક વર્ષની સજા ભોગવી રહેલા સ્ટીવ સ્મિથની સાથે 28 જૂનથી શરૂ થનારી ગ્લોબલ ટી-20 કેનેડા ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. નવા કેપ્ટન ટિમ પૈન અને કોચ જસ્ટિન લેંગરના માર્ગદર્શનમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ શ્રેણી છે. 



28 જૂને કરશે ક્રિકેટના મેદાનમાં વાપસી
કેનેડા ટી-20 લીગમાં ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટ ખેલાડી ડેવિડ વોર્નર પોતાના સાથી સ્ટીવ સ્મિથની સાથે રમસે. વેબસાઇટ ઈએસપીએન ક્રિકઈન્ફો ડોટ કોમના રિપોર્ટ અનુસાર, આ લીગના માધ્યમથી સ્મિથ અને વોર્નર ક્રિકેટના મેદાનમાં વાપસી કરી રહ્યાં છે. કેપટાઉનમાં આ વર્ષે યોજાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન બોલ ટેમ્પરિંગ મામલામાં ફસાવાને કારણે સ્મિથ અને વોર્નરને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા 12 મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. 


કેનેડા લીગમાં જ્યાં એક તરફ વોર્નરને વિનિપેગ હોક્સ માટે રમશે, તો સ્મિથ ટોરંટો નેશનલનું પ્રતિનિધિત્વ કરશે. વોર્નર 28 જૂનથી 15 જુલાઇ સુધી કેનેડા લીગમાં હોક્સનું પ્રતિનિધિત્વ કરી શકશે. ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયાના નોર્દન ટેરિટરીનું પ્રતિનિધિત્વ કરશે.