નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ મેચમાં ડેવિડ વોર્નરે અણનમ 52 રન ફટકાર્યા હતા. વોર્નરે ફરી દેખાડ્યુ કે તે આ ટૂર્નામેન્ટનો સૌથી દમદાર બેટર છે. તેણે એક ઝટકોમાં વિરાટ કોહલી, ક્રિસ ગેલ, શિખર ધવન અને એબી ડિવિલિયર્સ જેવા દિગ્ગજ બેટરોને એક ખાસ મામલામાં પાછળ છોડી દીધા છે. ડેવિડ વોર્નર આઈપીએલની પ્રથમ 160 ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં તે હવે સૌથી આગળ નિકળી ગયો છે. બુધવારે જ્યારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેદાન પર ઉતર્યો તો આ તેની આઈપીએલમાં 160મી ઈનિંગ હતી. વોર્નરના ખાતામાં 160 આઈપીએલ ઈનિંગ બાદ 5876 રન નોંધાયેલા છે. બીજા સ્થાને આરસીબીનો બેટર વિરાટ કોહલી છે, જેણે 160 ઈનિંગમાં 5110 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલી આ મામલામાં વોર્નરથી 756 રન પાછળ છે. આ યાદીમાં ત્રીજા સ્થાને આરસીબીનો પૂર્વ બેટર એબી ડિવિલિયર્સ છે, જેણે પ્રથમ 160 આઈપીએલ ઈનિંગમાં 4978 રન બનાવ્યા હતા. ચોથા સ્થાન પર 4965 રનની સાથે ક્રિસ ગેલ અને પાંચમાં નંબર પર 4614 રન સાથે શિખર ધવન છે. વોર્નરે આઈપીએલની 160 ઈનિંગમાં 42.58ની એવરેજ અને 140.81ની સ્ટ્રાઇક રેટથી 5876 રન બનાવ્યા છે. આ દરમિયાન વોર્નરે 55 અડધી સદી અને ચાર સદી ફટકારી છે. 


આ પણ વાંચોઃ IPL 2022: વિવાદ વચ્ચે રવિન્દ્ર જાડેજા ટૂર્નામેન્ટમાંથી બહાર, સીએસકેએ આપી માહિતી


આ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.1 ઓવરમાં બે વિકેટે 161 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. દિલ્હી તરફથી શોન માર્શે 89 રન અને વોર્નરે 42 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube