ઈન્દોરઃ ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ઈન્દોરના (Indore Test) હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 150 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ભારતીય ટીમે પ્રથમ દિવસની રમતના અંતે 1 વિકેટે 86 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ (37) અને ચેતેશ્વર પૂજારા (43) રન બનાવી ક્રીઝ પર છે. ભારત બાંગ્લાદેશના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા હજુ 64 રન પાછળ છે. બાંગ્લાદેશ તરફથી અબુ જાયદે એક વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની પ્રથમ ઈનિંગ
બાંગ્લાદેશની ટીમને 150 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારત તરફથી મયંક અગ્રવાલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા માટે ઉતર્યા હતા. બંન્નેએ કુલ 14 રન જોડ્યા હતા. આ વચ્ચે રોહિત શર્મા અબુ જાએદના બોલ પર વિકેટકીપરના હાથે 6 રન બનાવી કેચ આઉટ થયો હતો. 


બાંગ્લાદેશ 150મા ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ તરફથી ઇમરૂલ કાયસ અને શાદમાન ઇસ્લામે ઈનિંગની શરૂઆત કરી હતી. ઇમરૂલ કાયસ 6 રન બનાવી છઠ્ઠી ઓવરમાં રહાણેના હાથે કેચઆઉટ થયો હતો. ઉમેશ યાદવે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદની ઓવરના અંતિમ બોલ પર ઇશાંત શર્માએ બીજા ઓપનિંગ બેટ્સમેન શાદમાન ઇસ્લામને 6 રન પર સાહાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 


બાંગ્લાદેશની ટીમને ત્રીજો ઝડકો મોહમ્મદ મિથુનના રૂપમાં લાગ્યો જે 13 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. પ્રથમ દિવસે લંચ પહેલા ભારતને ત્રણ સફળતા મળી હતી. લંચ બાદ અશ્વિને બોલિંગનો છેડો સંભાળ્યો અને પ્રથમ વિકેટ હાસિલ કરી હતી. અશ્વિને વિપક્ષી ટીમના કેપ્ટન મોમિનુલ હકને 37 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને પોતાના કરિયરમાં ઘર પર 250 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. 


અશ્વિને ભારતને પાંચમી સફળતા પણ અપાવી હતી. અશ્વિને મહમુદૂલ્લાહને 10 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. શમીએ ટી-બ્રેક પહેલા બે બોલ પર બે વિકેટ ઝડપી હતી. શમીએ પહેલા રહીમને 43 રન પર બોલ્ડ કર્યો અને ત્યારબાદ મેહદી હસનને એલબી આઉટ કર્યો હતો. ટી-બ્રેક બાદ પ્રથમ બોલ પર ઇશાંતે લિટન દાસ (21)ને વિરાટને હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 


બાંગ્લાદેશની ટીમને 9મો ઝટકો તઇજુલ ઇસ્લામના રૂપમાં લાગ્યો જે 1 રન બનાવી રનઆઉટ થયો હતો. બાંગ્લાદેશની અંતિમ વિકેટ ઇબાદત હુસૈનના રૂપમાં પડી જેને ઉમેશ યાદવે બોલ્ડ કર્યો હતો. ભારત તરફથી શમીને 3સ ઇશાંત, અશ્વિન અને ઉમેશ યાદવને 2-2 સફળતા મળી હતી.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube