કોલકત્તાઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) ટીમના પિંક બોલ ટેસ્ટ મેચના (pink ball test match) એક દિવસ પહેલા કહ્યું કે, આ બોલથી રમવાનું મુશ્કેલ અને પડકારજનક રહેશે. તેણે કહ્યું કે, આ પ્રથમવાર છે જ્યારે ડે-નાઇટ ફોર્મેટમાં ટેસ્ટ મેચ રમાશે, તેથી થોડું પડકારભર્યું છે. કેપ્ટન કોહલીએ રોમાંચના મામલામાં પિંક બોલ ટેસ્ટની તુલના ભારત-પાકિસ્તાનના (ind vs pak) વિશ્વકપના મેચ સાથે કરી છે. તેણે કહ્યું કે, કોલકત્તા ટેસ્ટના શરૂઆતી 4 દિવસની તમામ ટિકિટે વેંચાઇ ગઈ છે. અને દર્શકોમાં આવો ઉત્સાહ ઈડન ગાર્ડનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી વિશ્વકપની મેચ બાદ પ્રથમવાર જોવા મળી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ શુક્રવારથી કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન મેદાનમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટે પત્રકાર પરિષદમાં કહ્યું, 'ટેસ્ટ મેચનું પ્રથમ સેશન થોડું મુશ્કેલ રહેશે. તે જોવાનું રહેશે કે કઈ રીતે બોલિંગ થાય છે, બેટ્સમેન કઈ રીતે રમશે.' તેણે આ સાથે કહ્યું કે, એકવાર આદત પડ્યા બાદ ડે-નાઇટ ફોર્મેટમાં રમવું નોર્મલ થઈ શકે છે. 


વધુ દર્શકો આવવાની આશા
વિરાટે આ વાત પર ખુશી વ્યક્ત કરી કે કોલકત્તા ટેસ્ટ મેચમાં મોટી સંખ્યામાં દર્શકોના આવવાની આશા છે. તેણે કહ્યું, 'પિંક બોલ ટેસ્ટને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. આમ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન થયું હતું, જ્યારે મોટા મોટા ક્રિકેટર હતા અને બધા તે મેચ વિશે વિચારતા હતા.' તેણે કહ્યું, 'લોકોને પણ વધુ સારૂ લાગશે કારણ કે મોટી સંખ્યામાં દર્શકોના આવવાની આશા છે.' આ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ સાંજના સમયે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તેને શમીએ કેટલાક બોલ ફેંક્યા હતા. 


શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલ્સઃ મનુ અને ઇલાવેનિલે જીત્યો ગોલ્ડ મેડલ


ફીલ્ડિંગ છે સૌથી મુશ્કેલ કામ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, પિંક બોલથી ફીલ્ડિંગ કરવી સૌથી મુશ્કેલ છે. તેણે કહ્યું, 'પિંક બોલ ખુબ ઝડપથી ફીલ્ડરના હાથમાં લાગે છે. મેં સ્લિપમાં જોયું છે કે આ ખુબ ઝડપથી હાથમાં લાગે છે, મને લાગે છે કે ફીલ્ડિંગ ખુબ વધુ મુશ્કેલ થશે. લોકો ચોંકી જશે કે આ બોલથી ફીલ્ડિંગ કરવી ખુબ મુશ્કેલ છે.'


ઝાકળની મોટી ભૂમિકા
કેપ્ટન કોહલીએ કહ્યું, 'ભારતમાં એક મોટુ ફેક્ટર ઝાકળ છે. તમે પહેલાથી નથી જણાવી શકતા કે ક્યારે તે આવી જાય, ક્યારે તે વધુ હશે.... તેવામાં અંતિમ સેશનમાં તેના પર ઘણું નિર્ભર રહેશે. વિદેશી ધરતી પર પણ આમ થાય છે. આ ટેસ્ટ મેચની શરૂઆતી ચાર દિવસની ટિકિટો વેચાઈ ગઈ છે અને વિરાટે તે વિશે ઉલ્લેખ કરતા ખુશી વ્યક્ત કરી હતી.'


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube