DC Vs MI WPL 2023 Final: દિલ્હી Vs મુંબઇ આજે થશે ઐતિહાસિક `જંગ`, જાણો કેટલા વાગ્યે શરુ થશે મુકાબલો
DC Vs MI WPL 2023 Final: મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રવિવારે વિમેન્સ પ્રીમિયર લીગ ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સામે ટાઈટલ જીતવામાં કોઈ કસર છોડશે નહીં.
DC Vs MI WPL 2023 Final Live Streaming: કેપ્ટન હરમનપ્રીત કૌરના ખરાબ ફોર્મ છતાં, મુંબઈ ઇન્ડિયન્સ ટીમ રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે વિમેન્સ પ્રીમિયર લીગ ફાઇનલમાં ટાઇટલ જીતવામાં કોઈ કસર છોડશે નહીં. હવે મુંબઈની ખરી કસોટી દિલ્હી સામે થશે.ભારતીય કેપ્ટને ટૂર્નામેન્ટની શરૂઆતમાં ત્રણ અડધી સદી ફટકારી હતી પરંતુ તે પોતાનું ફોર્મ જાળવી શકી નહોતી. તેણે યુપી વોરિયર્સ સામે એલિમિનેટરમાં માત્ર 14 રન બનાવ્યા હતા. આ મેચમાં નેટ સાયવર બ્રન્ટે શરૂઆતમાં મળેલી લાઈફલાઈનનો ફાયદો ઉઠાવ્યો અને 72 રન બનાવ્યા અને પોતાની ટીમને ફાઇનલમાં પહોચાડી.
જો મુંબઈને ફાઇનલમાં મોટો સ્કોર બનાવવો હોય તો હરમનપ્રીતે સારી ઇનિંગ રમવી પડશે જ્યારે સિવર બ્રન્ટે પણ મહત્વનું યોગદાન આપવું પડશે. આવો જાણીએ આ મેચ વિશે...
-મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મેચ રવિવાર, 26 માર્ચે આજે રમાશે.
-મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરુ થશે.
આ પણ વાંચો:
સોનું ખરીદવાનું વિચારતા હોવ તો સાવધાન....ગ્રાહકો સાથે આ રીતે થઈ રહી છે છેતરપિંડી!
એલર્ટ! ગુજરાતમાં 'ઘાતક કોરોના'નું વિકરાળ સ્વરૂપ, 21 જિલ્લામાં વકર્યો, બેના મોત
બોયફ્રેન્ડની હત્યા કરનારીએ કહ્યું હવે નથી રહેવાતું, જેલમાં 1 રાત માટે નવો પ્રેમી આપો
-મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ફાઈનલ મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે.
-તમે સ્પોર્ટ્સ 18 ચેનલ પર મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો.
-મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર પણ જોઈ શકાશે.
ટીમ
મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર, યાસ્તિકા ભાટિયા, અમનજોત કૌર, હેલી મેથ્યુસ, ક્લો ટ્રાયન, નેટ સિવર, ધારા ગુજ્જર, સાયકા ઈશાક, હુમૈરા કાઝી, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, નીલમ બિષ્ટ, સી વાંગ, હેદર ગ્રેહામ, જિનટીમાની કાલીટા, પૂજા વસ્ત્રાકર, એમેલિયા કેર.
દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ, જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, એલિસ કેપ્સી, રાધા યાદવ, શિખા પાંડે, મરિજન કેપ્પ, ટાઇટસ સાધુ, લૌરા હેરિસ, તારા નોરિસ, જસિયા અખ્તર, મિન્નુ મણિ, તાન્યા ભાટિયા, પૂનમ યાદવ , જેસ જોનાસેન, સ્નેહા દીપ્તિ, અરુંધતી રેડ્ડી, અપર્ણા મંડલ.
આ પણ વાંચો:
રાશિફળ 26 માર્ચ: મેષ સહિત આ રાશિના જાતકોને ગ્રહ ગોચર કરાવશે લખલૂટ લાભ
આ પેટ્રોલ કાર CNG કાર જેટલી આપે છે માઈલેજ , 1 લીટરમાં 27KM ચાલશે, કિંમત 5.35 લાખ
WATCH VIDEO: શરત લગાવો કે તમે તમારા જીવનમાં આવો કેચ ક્યારેય જોયો નહીં હોય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube