નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સે 2012 બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્લે ઓફ માટે ક્વોલિફાઇ કર્યું છે. દિલ્હી કેપિટલ્સના સ્ટાર સ્પિનર અમિત મિશ્રાએ તેને મોટી સિદ્ધિ જણાવતા કહ્યું કે, ખેલાડીઓ વચ્ચેના તાલમેલને કારણે આ સંભવ થયું છે. અમારા ખેલાડીઓ મેદાન પર જઈને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. દિલ્હીએ રવિવારે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 16 રને હરાવ્યા બાદ 8મી જીત નોંધાવતા પ્લે ઓફની જગ્યા પાક્કી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશ્રાએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ચોક્કસપણે આ અમારા બધા માટે મોટી સિદ્ધિ છે. હું છેલ્લા ત્રણ વર્ષથી આ ટીમ સાથે રમી રહ્યો છું. ઘણું સારૂ લાગી રહ્યું છે, ટીમનો માહોલ સારો છે. ટીમનું સંયોગન શાનદાર છે. બધા એકબીજાને સહયોગ કરી રહ્યાં છે, જે સારી વાત છે. 


તેણે કહ્યું, સૌથી સારી વાત છે કે અમે વસ્તુ ખુબ સરળ રાખી છે. સર્વશ્રેષ્ઠ કામ મેદાનમાં કરીએ છીએ જે ખુબ મહત્વનું છે. આ ફોર્મેટમાં સમય ઓછો હોય છે. તેમાં રિકવરી કરવાનું ખુબ મુશ્કેલ હોય છે. પ્રયત્ન હોય છે કે ઓછામાં ઓછી ભૂલ કરીએ અને મુખ્ય વસ્તુ પર વધુ ધ્યાન આપીએ. 


મિશ્રા આઈપીએલમાં સર્વાધિક વિકેટ ઝડપવાના મામલામાં બીજા સ્થાન પર છે, તેણે આ સિદ્ધિ વિશે કહ્યું, મને લાગે છે કે, સૌથી વધુ સારી વસ્તુ છે કે ખેલાડી મેદાન પર જઈને સર્વશ્રેષ્ઠ કરે છે. 


IPL 2019: તૂટી ગયું કોહલીનું સપનું, 8 હારની સાથે પ્લેઓફની રેસમાંથી બહાર 


તેણે આ માટે ટીમના સલાહકાર સૌરવ ગાંગુલી અને કોચ રિકી પોન્ટિંગને પણ શ્રેય આપ્યો હતો. તેણે કહ્યું, દાદા (સૌરવ ગાંગુલી) આવવાથી ઘણો ફેર પડ્યો છે. રિકી પોન્ટિંગ આવવાથી ટીમ સારી થઈ છે. આ બંન્ને ઘણું આક્રમક પ્રદર્શન કરનારા છે પરંતુ વસ્તુને એટલી આરામથી સમજાવે છે જેનાથી મદદ મળે છે. તેમણે ટીમમાં એક સારો માહોલ બનાવી રાખ્યો છે જે મને લાગે છે કે ટીમ માટે ફાયદાકારક થઈ રહ્યો છે.