નવી દિલ્હીઃ દિલ્હી તથા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ બેઠકમાં એક પક્ષે નિવૃત જસ્ટિસ બદર દુરેજ અહમદને હટાવવાની માગ કરી રહ્યું હતું. આ ઝગડામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઓપી શર્માને પણ ઈજા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ટ્વીટ કરતા દોષીત પર આકરી કાર્યવહીની માગ કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, ડીડીસીએ હદથી બહાર જતું રહ્યું છે. ડીડીસીએએ શરમજનક કામ કર્યું છે. ગૌતમ ગંભીરે માગ કરી છે કે ડીડીસીએને તાત્કાલિક નિષ્ક્રિય કરી દેવામાં આવે. સાથે તેમાં સામેલ દોષીઓ પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર