સૌરવ ગાંગુલીના રસ્તા પર ગૌતમ ગંભીર, બનશે DDCAના અધ્યક્ષ!
ડીડીસીએના અધિકારીઓનું માનવું છે કે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર જો ડીડીસીએની કમાન સંભાળે છે તો આ કામને સફળતાપૂર્વક અંજામ આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, ગંભીરે પણ આ વાતોમાં રસ દાખવ્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)આગામી વર્ષે 13 જાન્યુઆરીએ પોતાના નવા અધ્યક્ષની પસંદગી કરશે. જો બધુ નક્કી રણનીતિ પ્રમાણે રહ્યું તો ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને (gautam gambhir )આ પદ સંભાળવા માટે કહેવામાં આવી શકે છે. રજત શર્માના રાજીનામાં બાદ આ પદ ખાલી પડ્યું છે.
ડીડીસીએનો પ્રયત્ન પરત રસ્તા પર આવવાનો છે અને તેના અધિકારીઓને લાગે છે કે ગંભીર આ કામને સફળતાપૂર્વક અંજામ આપી શકે છે. ડીડીસીએના એક અધિકારીએ કહ્યું, કે કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ને બે વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન સાથે વાત કરવામાં આવી છે, કારણ કે ગંભીર કેપ્ટન હતા અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવાનો અનુભવ પણ છે, જે ડીડીસીએને ફરી પાટા પર લાવવામાં મદદ કરશે.
તેમણે કહ્યું, 'તેણે જણાવ્યું છે કે તે શું કરી શકે છે. તેમણે નાઇટ રાઇડર્સનું ભવિષ્ય બદલ્યું હતું. દિલ્હી ક્રિકેટમાં તેમના યોગદાનને ભૂલી શકાય નહીં. અમે જોયું છે કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પ્રશાસક તરીકે પોતાની નેતૃત્વ ક્ષમતાનું કઈ રીતે પાલન કર્યું છે. આ રીતે અમને લાગે છે કે ગંભીર આ સમયે ડીડીસીએ માટે યોગ્ય વિકલ્પ છે.'
રિકી પોન્ટિંગે પસંદ કરી આ દાયકાની ટેસ્ટ ઇલેવન, વિરાટને બનાવ્યો કેપ્ટન
તેમણે કહ્યું, 'ભાજપના કેટલાક અધિકારીઓએ હાલના સમયમાં તેમનો સ્થિતિને સમજવા માટે સંપર્ક કર્યો હતો અને કાલે (રવિવાર) બાદ તો લાગી રહ્યું છે કે એક ગંભીરની જેમ કડક વ્યક્તિ સંઘને પરત પાટા પર લાવવા યોગ્ય હશે. હાં, તેમણે આ સંબંધમાં રસ દાખવ્યો છે. નવા વર્ષમાં તેમની સાથે વધુ મુલાકાત થઈ શકે છે.'
ડીડીસીએની રવિવારે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં ડીડીસીએના અધિકારીઓ આપસમાં લડી પડ્યા હતા, ત્યારબાદ ગંભીરે ટ્વીટ કરી ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube