સુરતઃ ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ (Dipti Sharma) અહીં દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટી20 (T20) મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દીપ્તિએ મુકાબલામાં ચાર ઓવરમાં 8 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ચાર ઓવરના પોતાના સ્પેલમાં દીપ્તિએ ત્રણ ઓવર મેડન ફેંકી હતી. તે એક ટી20 મેચમાં આટલી મેડન ઓવર ફેંકનાર પ્રથમ ભારતીય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે માત્ર પોતાની ચોથી ઓવરમાં રન આપ્યા અને બે મેડન ઓવરમાં વિકેટ પણ ઝડપી હતી. શર્માની શાનદાર બોલિંગને કારણે યજમાન ટીમ 131નો સ્કોર પણ ડિફેન્સ કરવામાં સફળ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે કેપ્ટન હરમનપ્રીત કૌરના 43 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. 

IND vs SA: ઈજાગ્રસ્ત બુમરાહે કહ્યું- દમદાર વાપસી કરીશ


131 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આફ્રિકા તરફથી મિગનોન ડૂ પ્રીઝે અડધી સદી ફટકારી, પરંતુ મહેમાન ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી. બોલિંગમાં શર્મા સિવાય શિખા પાંડે, પૂનમ યાદવ અને રાધા યાદવે બે-બે વિકેટ ઝડપી જ્યારે હરમનપ્રીતને એક સફળતા મળી હતી.