ઓસ્ટ્રેલિયા સામે હાર વિશ્વકપ પહેલા ભારત માટે ચેતવણીઃ રાહુલ દ્રવિડ
રાહુલને લાગે છે કે દ્વિપક્ષીય વનડે સિરીઝમાં ઘરેલૂ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે મળેલો 2-3થી પરાજય આગામી વિશ્વકપ પહેલા વિરાટ કોહલી એન્ડ કંપની માટે ચેતવણી છે.
મુંબઈઃ પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને લાગે છે કે, દ્વિપક્ષાય વનડે સિરીઝમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે થયેલી 2-3થી હાર વિશ્વકપ પહેલા વિરાટ એન્ડ કંપની માટે ચેતવણી છે. વિશ્વકપના પ્રબળ દાવેદારોમાંથી ભારતીય ટીમ પાંચ મેચોની સિઝીમાં 2-0થી અજેય સરસાઈ બનાવી હતી, પરંતુ ટીમ કાંગારૂ સામે અંતિમ ત્રણ વનડે ગુમાવીને સિરીઝ ગુમાવી બેઠી હતી.
ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા વિશ્વકપ પહેલા ભારત માટે આ 50 ઓવરની અંતિમ ટૂર્નામેન્ટ હતી. દ્રવિડે કહ્યું, 'મને લાગે છે કે, તેવું દર્શાવવામાં આવી રહ્યું છે, અમે ત્યાં જશું અને આસાનીથી જીતી જશું.' તેથી જે થયું તે સારૂ થયું. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પરિણામે અમને યાદ અપાવ્યું કે, વિશ્વકપમાં ઘણું સારૂ રમવું પડશે.
ભારતની હાલની અન્ડર-19 અને એ ટીમના કોચ દ્રવિડે કહ્યું, એક રીતે આ સારૂ સંતુલન કરવાનું કારણ રહ્યું. ભારતે છેલ્લા બે વર્ષમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેવી પણ વાતો ચાલી રહી હતી કે, આપણે ત્યાં જશું અને આસાનીથી વિશ્વકપ કબજે કરી લેશું કારણ કે આપણે છેલ્લા બે વર્ષથી નંબર એક ટીમ છીએ.
તેમણે કહ્યું, પરંતુ સિરીઝ હાર્યા બાદ મારા દ્રષ્ટિમાં ફેરફાર થયો નથી. મને હજુ પણ લાગે છે કે આપણે પ્રબળ દાવેદારોમાંથી એક હશું. પરંતુ આ મુશ્કેલ હશે. અહીં ખુબ સ્પર્ધા થશે.