નવી દિલ્હીઃ રવિવારે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી ભારત-બાંગ્લાદેશ મેચમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચ આ સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, વાયુ પ્રદુષણ છતાં મેચ પોતાના સમય પર યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, 'પ્રથમ ટી20 મેચના આયોજન સ્થળમાં કોઈ ફેરફાર થશે નહીં. અમને લાગે છે કે આ સમયે રાજધાનીનું વાયુ પ્રદુષણ યોગ્ય નથી, પરંતુ અમને આશા છે કે આગામી કેટલાક દિવસમાં કંટ્રોલમાં આવી જશે.'


એક્યૂઆઈના માપદંડો અનુસાર, એક્યૂઆઈ સ્તર જો 0થી 50ની વચ્ચે હોય તો તે સારૂ, 51થી 100 વચ્ચે હોય તો સંતોષજનક, 101-200 સુધી મધ્યમ, જ્યારે 301થી 400 સુધી હોય તો તેને ખરાબ માનવામાં આવે છે. 


દિલ્હીમાં રવિવારની રાત્રે દિવાળી દરમિયાન વાયુ પ્રદુષણનું સ્તર 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગયું હતું. પટપડગંજ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યૂઆઈ)માં વાયુ પ્રદુષણનું સ્તર 999 નોંધાયું હતું. 

શું ધોની લેશે નિવૃતી? ટ્વીટર પર શરૂ થયો ટ્રેન્ડ  #DhoniRetires  


ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં દિવાળી બાદ હવા વધુ પ્રદુષિત થઈ જાય છે. પાછલા વર્ષે આ સમયે શ્રીલંકા વિરુદ્ધ દિલ્હીમાં રમાયેલી મેચમાં હવાની સ્થિતિ એટલી પ્રદુષિત થઈ ગઈ હતી કે મહેમાન ટીમના ઘણા ખેલાડી માસ્ક પહેરીને રમવા ઉતર્યા હતા.