IPL: દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો, આ અનુભવી બોલર ટૂર્નામેન્ટમાંથી બહાર

ટીમ ઈન્ડિયાના અનુભવી ટેસ્ટ બોલર ઈશાંત શર્માએ આ સીઝનમાં અત્યાર સુધી એક મેચ રમી હતી. પ્રેક્ટિસ સેશન દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો.
નવી દિલ્હીઃ પોતાના પ્રથમ ટાઇટલ જીતવાના પ્રયાસમાં લાગેલી દિલ્હી કેપિટલ્સને સોમવારે મોટો ઝટકો લાગ્યો અને તેનો અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઈજાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. 32 વર્ષીય બોલરે આ સીઝનમાં દિલ્હી તરફથી માત્ર એક મેચ રમી હતી અને અબુધાબીમાં સનરાઇઝર્સ વિરુદ્ધ 4 ઓવરમાં 26 રન આપ્યા હતા.
દિલ્હી ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'ફાસ્ટ બોલર ઈશાંત શર્મા દુબઈમાં 7 ઓક્ટોબરે ટીમના ટ્રેનિંગ સેશનમાં બોલિંગ કરતા ઈજાગ્રસ્ત થયો. તપાસ કરતા જાણવા મળ્યું કે, તેના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે અને તે આઈપીએલની બાકી સીઝનમાં રમી શકશે નહીં.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube