નવી દિલ્હીઃ દિલ્હીના ક્રિકેટ સ્ટેડિયમન ફિરોઝશાહ કોટલાનું નામ બદલીને પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નામ પર રાખવામાં આવશે. આ નિર્ણય ડીડીસીએ કર્યો છે. અરૂણ જેટલીનું શનિવારે એમ્સમાં નિધન થયું હતું. અરૂણ જેટલી લાંબા સમય સુધી ડીડીસીએના અધ્યક્ષ રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)એ મંગળવારે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ પોતાના પૂર્વ અધ્યક્ષ અને દેશના પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટેડિયમને હવે અરૂણ જેટલી સ્ટેડિયમના નામથી ઓળખવામાં આવશે. આ નવુ નામકરણ 12 સપ્ટેમ્બરે એક સમારોહમાં કરવામાં આવશે. 


ICC Test Rankings: બુમરાહની મોટી છલાંગ, પ્રથમવાર ટોપ-10મા પહોંચ્યો 


અરૂણ જેટલીને ડીડીસીએ સ્ટેડિયમને આધુનિક સુવિધાઓ યુક્ત બનાવવા અને દર્શક ક્ષમતા વધારવાની સાથે વિશ્વસ્તરીય ડ્રેસિંગ રૂમ બનાવવાનો શ્રેય જાય છે. સમારોહ જવાહર લાલ નહેરૂ સ્ટેડિયમાં યોજાશે, જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને ખેલ પ્રધાન કિરણ રિજિજૂ પણ ભાગ લેશે.