ડેનમાર્ક ઓપનઃ પ્રથમ રાઉન્ડમાં હારી સાઇના, સમીર વર્મા જીત્યો
સ્ટાર શટલર સાઇના નેહવાલને મહિલા સિંગલના પ્રથમ રાઉન્ડમાં જાપાનની ખેલાડી સાયાકા તાકાહાશી સામે હાર મળી છે.
ઓડિન્સેઃ ભારતની ટોચની મહિલા ખેલાડી સાઇના નેહવાલે બુધવારે અહીં ચાલી રહેલા ડેનમાર્ક બેડમિન્ટન ટૂ્રનામેન્ટના મહિલા સિંગલના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. પુરૂષ સિંગલમાં ભારતને જીત મળી જ્યાં સમીર વર્મા પ્રથમ રાઉન્ડની મેચ જીતવામાં સફળ રહ્યો છે. મિક્સ્ડ ડબલ્સમાં પ્રણવ જૈરી ચોપડા અને એન. સિક્કી રેડ્ડીની જોડીએ પણ ભારતના ખાતામાં જીત અપાવી છે.
સાઇનાને પ્રથમ રાઉન્ડમાં જાપાનની ખેલાડી સાયાકા તાકાહાશીના હાથે હાર મળી છે. લંડન ઓલિમ્પિક-2012ની બ્રોન્ઝ મેડલિસ્ટને જાપાનની ખેલાડીએ 21-15, 23-21થી પરાજય આપ્યો હતો. સમીરની મેચ પણ જાપાની ખેલાડી સામે હતી. સમીરે જાપાનના કેન્તા સુનેયામાને 21-11, 21-11થી પરાજય આપવામાં સફળ રહ્યો હતો. આ મેચ 29 મિનિટ સુધી ચાલી હતી.
હું પણ સામાન્ય માણસ, બસ ભાવનાઓને કાબુમાં રાખુ છું: ધોની
પ્રણવ અને સિક્કીની જોડીએ જર્મનીના મારવિન સેઇડેલ અને લિન્ડા ઇફલેરને 21-16, 21-11થી પરાજય આપ્યો હતો. મિક્સ્ડ ડબલ્સમાં જ અશ્વિની પોનપ્પા અને સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડીની જોડીને વોકઓવર મળ્યું હતું.