IPL2019: ભારતમાં જ રમાશે આઈપીએલ, જાણો આ તારીખે શરૂ થશે મેચ
પહેલા તેવા સમાચાર આવ્યા હતા કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈપીએલની કેટલિક મેચ ભારતની બહાર રમાઈ શકે છે, પરંતુ ક્રિકેટ દર્શકો માટે સારા સમાચાર છે કે, આઈપીએલની મેચ ભારતમાં યોજાશે.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનની મેચ ભારતમાં રમાશે. આઈપીએલનો પ્રારંભ 23 માર્ચથી થશે, પરંતુ ફાઇનલ મેચ કઈ તારીખે રમાશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પોતાની અખબારી યાદીમાં આઈપીએલને લઈને આ જાણકારી આપી છે.
બીસીસીઆઈની અખબારી યાદી પ્રમાણે, સ્ટેટ અને સેન્ટ્રલ ઓથોરિટી અને એજન્સી સાથે શરૂઆતી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનની મેચો ભારતમાં જ રમાશે. આઈપીએલની મેચોની તારીખ અને સ્થળ ચૂંટણીની તારીખો આવ્યા બાદ જાહેર કરવામાં આવશે. આ વર્ષે ભારતમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે.
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનાર ટીમને બીસીસીઆઈએ આપશે રોકડ પુરસ્કાર
પહેલા તેવા સમાચાર આવ્યા હતા કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈપીએલની કેટલિક મેચ ભારતની બહાર રમાઈ શકે છે, પરંતુ ક્રિકેટ દર્શકો માટે સારા સમાચાર છે કે, આઈપીએલની મેચ ભારતમાં યોજાશે. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં થશે.