નવી દિલ્હી : ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટી20 સિરીઝ પછી હવે વન ડે સિરીઝમાં સામસામે લડવા તૈયાર છે. ટી20 સિરીઝ ભારતે 3-0થી જીતી હતી. ભારત વન ડે મેચ રમવા માટે સજ્જ છે. વર્તમાન ફોર્મ અને રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવે તો વન ડે સિરીઝમાં ટીમ ઇન્ડિયા (Team India) જ જીતની દાવેદાર છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ વિશ્વ કપ પછી પહેલી વન ડે મેચ રમી રહી છે. વિશ્વ કપમાં ભારતની સૌથી મોટી નબળાઈ 4 નંબર પરની બેટિંગ હતી. હવે જ્યારે India vs West Indies શરૂ થઈ હતી ત્યારે ભારતીય ટીમના 4 નંબર પર બધાની નજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમમાં ચાર નંબર પર  બેટિંગ છેલ્લા ચાર-પાંચ વર્ષથી નબળી છે. વિશ્વ કપ 2015માં અજિંક્ય રહાણે 4 નંબર પર રમતો હતો પણ તે ખાસ સફળ નહોતો રહ્યો. જોકે પછી નંબર માટે જે પ્રયોગ શરૂ થયા હતા એ હજી ચાલુ છે. આ વર્ષના આઇસીસી વિશ્વ કપમાં ભારત કુલ 10 મેચ રમ્યું છે જેમાં 4 નંબર પર ચાર બેટ્સમેનોને ઉતારવામાં આવ્યા હતા. જોકે કોઈ બેટ્સમેન સફળ સાબિત નહોતો થયો. 


ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વન ડે સિરીઝ માટે જે બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી છે એમાં ઓછામાં આછા ચાર બેટ્સમેનોને ચાર નંબર પર રમાડી શકાય છે. આ જગ્યા માટેના દાવેદારોમાં ઋષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને મનીષ પાંડેનો સમાવેશ થાય છે. ટીમ ઇન્ડિયાએ હજી બેટ્સમેનના નામની સ્પષ્ટતા નથી કરી. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...