world cup 2019: 345 વનડે મેચોમાં બીજીવાર સ્ટમ્પિંગ થયો આ ભારતીય બેટ્સમેન
ધોનીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાના વનડે કરિયરની 345મી વનડે રમી અને આ મેચોમાં તે બે વાર માત્ર સ્ટમ્પ આઉટ થયો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન એમએસ ધોનીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ નિરાશ કર્યાં હતા. સાઉથમ્પ્ટનમાં અફઘાનિસ્તાનના બોલરો વિરુદ્ધ ધોનીએ ધીમી ઈનિંગ રમી અને આ ઈનિંગથી ટીમ ઈન્ડિયાની સાથે-સાથે ક્રિકેટ ફેન્સ પણ નિરાશ જોવા મળ્યા હતા. ધોનીએ આ મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ 52 બોલનો સામનો કરતા 28 રન બનાવ્યા અને સ્ટમ્પિંગ આઉટ થયો હતો. આ ધોનીના કરિયરની 345મી વનડે હતી અને આટલી મેચોમાં તે બીજીવાર સ્ટમ્પ આઉટ થયો હતો.
345 વનડેમાં માત્ર બીજીવાર સ્ટમ્પ આઉટ થયો ધોની
ધોનીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાના વનડે કરિયરની 345મી વનડે રમી અને આ મેચોમાં તે બે વાર માત્ર સ્ટમ્પ આઉટ થયો છે. કમાલની વાત છે કે ધોની બંન્ને વખત સ્ટમ્પ આઉટ વિશ્વકપ દરમિયાન થયો હતો. તોના વનડે કરિયરમાં પ્રથમવાર ધોની સ્ટમ્પ આઉટ વર્ષ 2011 વિશ્વકપ દરમિયાન થયો હતો ત્યારબાદ તે 12મા વિશ્વકપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ 28મી લીગ મેચમાં સ્ટમ્પ આઉટ થયો છે. અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાને ધોનીને સ્ટમ્પ આઉટ કર્યો હતો. ધોનીએ 52 બોલ પર 28 રન બનાવ્યા અને પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ પણ 53.85ની રહી હતી.
ભારતની સાથે આ ટીમ રમશે World Cup 2019ની ફાઇનલ, આફ્રિદીએ કરી ભવિષ્યવાણી
ધોનીએ કેદારની સાથે કરી અડધી સદીની ભાગીદારી
એમએસ ધોની અફઘાનિસ્તાન વિરુદ્ધ પાંચમાં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે ચોથી વિકેટ માટે વિરાટની સાથે મળીને માત્ર 13 રનની ભાગીદારી કરી જ્યારે પાંચમી વિકેટ માટે તેણે કેદાર સાથે 57 રનની ભાગીદારી કરી હતી.