નવી દિલ્હી : ભારતીય ટીમના પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજે એટલે કે 7 જુલાઇએ પોતાનો 37મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. આ પ્રસંગે હાજર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની વાઇફ અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે માહીનો બર્થ ડે સેલિબ્રિટ કરતા જોવા મળ્યા. વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે પોતાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ઘોનીનો જન્મ દિવસ મનાવતા જોવા મળી રહ્યા છે. ધોનીએ આ ખુશીમાં વિરાટની વાઇફ અને અભિનેત્રી અનુષ્કા શર્માનો પણ જોડાઇ હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટે ધોનીની સાથે પોતાના પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે હેપ્પી બર્થ ડે માહી ભાઇ, ભગવાન તમને ખુશ રાખે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા પણ પતિ વિરાટ કોહલીની સાથે બ્રિટેન ગઇ છે, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ સીરીઝ રમી રહી છે. ધોનીની આ બર્થડે પાર્ટીમાં તેની પત્ની સાક્ષી, પુત્રી જીવા અને સમગ્ર ટીમ ઇન્ડિયા પણ હાજર હતી. ભારતીય ક્રિકેટ ટીમે શુક્રવારે મોડી રાત્રે ધોનીને જન્મ દિવસનો ઉત્સવ મનાવ્યો હતો. મેચ બાદ ધોનીએ કેક કટિંગ કર્યું હતું. 



ધોનીને બીસીસીઆઇએ પણ ટ્વીટ કરીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડી કુલદીપ યાદવ, શિખર ધવન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા સહિત તમામ ખેલાડીઓએ શુભકામનાઓ પાઠવી હતી. ધોનીનો પરિવાર પણ હાલના સમયે ઇંગ્લેન્ડમાં છે અને તેની પુત્રી જીવાએ પણ તેને ક્યુટ અંદાજમાં વિશ કર્યું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોનીએ 23 ડિસેમ્બર, 2004ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, જ્યારે તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ ચટગાંવમાં વનડે ડેબ્યું કર્યું હતું. ત્યારે તે પહેલા જ બોલમાં રન આઉટ થઇ ગયા હતા. ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 26 શતકો અને 102 અર્ધશતકોની સાથે 16,330 રન બનાવ્યા છે.