નવી દિલ્હી: T20 ક્રિકેટને બેટ્સમેનની ગેમ માનવામાં આવી રહી છે. અહીંયા જ્યારે બેટ્સમેન ચોકા અને છક્કા ફટકારે છે ત્યારે દર્શકો રોમાંચિત થઈ જાય છે. T20 ક્રિકેટમાં હંમેશા બેટ્સમેનોનું રાજ રહ્યું છે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં માત્ર થોડા જ બોલમાં આખી મેચ બદલાઈ જાય છે. ભારતે દુનિયાને કેટલાક શાનદાર T20 ખેલાડી આપ્યા છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનું નામ સામે આવે છે. ટીમ ઇન્ડિયામાં સતત કોમ્પિટિશન વધી રહી છે. જેના કારણે જગ્યા બનાવવાનું ઘણું મુશ્કેલ બન્યું છે. એવામાં ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓનું T20 કરિયર ખતમ થવાની અણીએ છે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેદાર જાધવ
કેદાર જાધવ (Kedar Jadhav) એ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ T20 માં ડેબ્યુ કર્યું હતું. જાધવ છેલ્લા 4 વર્ષથી ભારતની T20 ટીમમાં સામલે થયો નથી. તેણે ભારત માટે 9 T20 મેચમાં 122 રન બનાવ્યા છે. કેદાર જાધવ 2010 થી આઇપીએલનો ભાગ રહ્યો છે. આઇપીએલ (IPL) માં જાધવનું પ્રદર્શન ધણું સાધારણ રહ્યું હતું. 2018 થી 2020 સુધી જાધવ સીએસકે (CSK) માટે રમ્યો ત્યારબાદ 2021 માં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો, પરંતુ તે આશા ઉપર ખરો ઉતર્યો નહીં. IPL 2021 માં જાધવે 6 મેચમાં 55 રન બનાવ્યા છે. જાધવની ઉંમર પણ વધી રહી છે. એવામાં તેની 35 વર્ષની ઉંમર અને ફોર્મને જોતા T20 ક્રિકેટમાં તેની વાપસી અસંભવ જોવા મળી રહી છે.


કડકડતી ઠંડીમાં બિકિની પહેરી મસ્તીના મૂડમાં Alia Bhatt, તસવીરો જોઈ તમારો પણ બની જશે મૂડ


દિનેશ કાર્તિક
દિનેશ કાર્તિક (Dinesh Karthik) એ ટીમ ઇન્ડિયા માટે 2006 માં T20 માં ડબ્યુ કર્યું હતું, પરંતુ તેના ખરાબ પ્રદર્શનના કારણે તે ક્યારે પણ ટીમમાં જગ્યા બનાવી શક્યો નહીં. મહેન્દ્ર સિંહ ધોની જ્યાં સુધી ઇન્ટરનેશન ક્રિકેટ રમ્યો ત્યાં સુધી વધારે તક મળી નહીં. કાર્તિકે ભારત માટે 32 T20 મેચમાં 399 રન બનાવ્યા છે. દિનેશ કાર્તિક હવે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયા સાથે સાથે તે આઇપીએલમાં પણ શાનદાર પ્રદર્શન બતાવી શક્યો નથી. આઇપીએલ 2021 માં કેકેઆર (KKR) તરફથી રમી દિનેશે 17 મેચમાં 223 રન બનાવ્યા હતા. તે સમગ્ર સિઝનમાં રન બનાવવા માટે તરસતો રહ્યો. કાર્તિકે કેકેઆરની કેપ્ટનશીપ વચ્ચે જ છોડી દીધી હતી કારણ કે પોતાની રમત પર ફોકસ કરી શકે, પરંતુ તેના પરિણામ કોઈ સુધારો થયો નહીં. હવે કાર્તિક 36 વર્ષનો થઈ ગયો છે અને આ ઉંમરમાં આવી ક્રિકેટર રિટાયરમેન્ટ લઈ લે છે. એવામાં T20 ક્રિકેટમાં તેની વાપસી અસંભવ જોવા મળી રહી છે.


પ્રીપેડ ટેરિફમાં વધારા બાદ પણ 500 રૂપિયાથી સસ્તા છે Airtel, Vi અને Jio ના આ પ્લાન, 84 દિવસની વેલિડિટી


હરભજન સિંહ
ભારતની 2007 T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હરભજન સિંહ (Harbhajan Singh) રહ્યો છે. હરભજન સિંહ છેલ્લા 5 વર્ષથી T20 ક્રિકેટમાંથી બહાર છે. તેના બોલ પર વિપક્ષી બેટ્સમેન ખુબ જ રન બનાવી રહ્યા છે. ઘણા યુવા ખેલાડીઓએ આઇપીએલ અને ઘરેલુ ક્રિકેટમાં પોતાની જગ્યા બનાવી લીધી, જેના કારણે હરભજનના કરિયર પર તલવાર લટકતી જોવા મળી રહી છે. હરભજનને તેના ફેન્સ ખુબ જ પ્રેમથી તેને ટર્બનેટરના નામથી બોલાવે છે. આ ખેલાડીએ ભારત માટે 28 T20 મેચમાં 25 વિકેટ ઝડપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube