મુંબઈઃ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ચેતેશ્વર પૂજારાને A+ ગ્રેડનો કરાર ન આપ્યો. ત્યારબાદ ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે નવી દિલ્હીમાં યોજાયેલી પ્રશાસકોની સમિતિની બેઠક બાદ 2018-19 માટે ખેલાડીઓના કરારની જાહેરાત કરવામાં આવી હતી. માત્ર ત્રમ ખેલાડીઓ- કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ફાસ્ટ બોલર બુમરાહને જ એ-પ્લસ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. 



આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્નમાં પહોંચ્યા સચિન સહિત ઘણા ક્રિકેટરો 


ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં કોઈ અન્ય બેટ્સમેન 350 રન પણ ન બનાવી શક્યા હતા પરંતુ ભારતના નંબર ત્રણ પર બેટિંગ કરનારા પૂજારાએ 521 રન બનાવ્યા હતા. પૂજારાએ ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ત્રણ સદી ફટકારી હતી. તેના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયામાં 2-1થી ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. કોહલીની આગેવાનીવાળી ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની હતી. પૂજારાએ સિરીઝમાં 1258 બોલ રમ્યા જે કોઈપણ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી કોઈપણ ટેસ્ટ સિરીઝમાં કોઈપણ ભારતીય બેટ્સમેનનો એક રેકોર્ડ છે. તેણે 2003-04માં રાહુલ દ્રવિડના 1203 બોલનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો. 


કોણીની સર્જરી બાદ વાપસી કરતા વોર્નરે ફટકારી સદી

બીસીસીઆઈના પૂર્વ સચિન અને હાલના સમયમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સચિવ નિરંજન શાહે કહ્યું, પૂજારાનું નામ એ-પ્લસ કેટેગરિમાં ન હોવાથી મને દુખ થયું. તે ખુબ અયોગ્ય છે કે સીઓએ દ્વારા ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપવામાં આવતી નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલું સારૂ પ્રદર્શન કર્યા બાદ પૂજારાને એ-પ્લસ કરાર મળવાની જરૂર હતી. જે રીતે સીઓએ ભારતમાં ક્રિકેટને ચલાવી રહ્યું છે તેના વિશે ન બોલવામાં આવે તે સારૂ છે. મહત્વનું છે કે પૂજારા ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌરાષ્ટ્ર તરફથી રમે છે.