કોલકત્તાઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ (IND vs WI) સીમિત ઓવરોની ઘરેલૂ સિરીઝ માટે ગુરૂવારે ભારતીય ટીમની પસંદગી થશે તો વાઇસ કેપ્ટન રોહિત શર્માના (Rohit Sharma) કાર્યભાર મેનેજમેન્ટ (workload) અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના (Shikhar dhawan) ખરાબ ફોર્મ પર ચર્ચા થઈ શકે છે. એમએસકે પ્રસાદની (MSK Prashad) અધ્યક્ષતામાં પસંદગી સમિતિની આ છેલ્લી બેઠક હશે કારણ કે તેમનો અને મધ્ય ક્ષેત્રના પસંદગીકાર ગગન ખોડાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. જો બધુ યોગ્ય રહ્યું તો રોહિતને ત્રણ મેચોની સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. જેથી તે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ફ્રેશ રહી શકે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ ટી20 મેચ રમશે. જે મુંબઈ (6 ડિસેમ્બર), તિરુવનંતપુરમ (8 ડિસેમ્બર) અને હૈદરાબાદ (11 ડિસેમ્બર)એ રમાશે. ત્રણ વનડે મેચ ચેન્નઈ (15 ડિસેમ્બર), વિશાખાપટ્ટનમ (18 ડિસેમ્બર) અને કટક (22 ડિસેમ્બર)એ રમાશે. રોહિત આ વર્ષે આઈપીએલ સહિત 60 મેચ રમ્યો છે. આ વર્ષે તે 25 વનડે, 11 ટી20 મેચ રમી ચુક્યો છે જે કેપ્ટન વિરાટ કોહતીથી ત્રણ વનડે અને ચાર ટી20 વધુ છે. વિરાટને બે વખત આરામ આપવામાં આવી ચુક્યો છે. 


પિંક બોલથી ટેસ્ટ સકારાત્મક શરૂઆત, પરંતુ સુવિધામાં સુધાર જરૂરીઃ દ્રવિડ


ઓપનિંગ બેટ્સમેન ધવનના ફોર્મ પર પણ ચર્ચા થશે જે વિશ્વકપમાં થયેલી ઈજા બાદ ફોર્મમાં નથી. ટેસ્ટ ક્રિકેટમાં મયંક અગ્રવાલનું શાનદાર ફોર્મ અને લિસ્ટ એમા 50થી વધુની એવરેજને કારણે તેને ત્રીજા ઓપનિંગ બેટ્સમેન તરીકે સામેલ કરી શકાય છે. ધવને બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ ટી20 મેચોમાં 41, 31 અને 19 રન બનાવ્યા હતા. 


પોતાની લય હાસિલ કરવા માટે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યો પરંતુ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. બીજી તરફ મયંક અગ્રવાલે બાંગ્લાદેશ વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના સતત ખરાબ ફોર્મ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. એમએસ ધોનીએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને પંત આગામી સિરીઝ માટે ટીમમાં જગ્યા ન બનાવી શકે તો તેણે 38 વર્ષના આ ધુરંધર પાસેથી સ્પર્ધાનો સામનો કરવો પડશે. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની અને ભુવનેશ્વર કુમાર હજુ ઈજાગ્રસ્ત છે જેથી શિવમ દુબે અને શાર્દુલ ઠાકુરને ટીમમાં ફરી તક મળી શકે છે. 


મલિંગાનો નિવૃતી પર 'યૂ ટર્ન', કહ્યું- વધુ બે વર્ષ રમવા ઈચ્છુ છું


સ્પિન બોલિંગમાં ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર અને ક્રુણાલ પંડ્યા પણ અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નથી. તેવામાં યુજવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાના રમવા પર તેમાંથી એકને બહાર કરવામાં આવી શકાય છે. દીપક ચાહર ફાસ્ટ બોલિંગ આક્રમણની આગેવાની કરશે પરંતુ ખલીલ અહમદ ખુબ મોંઘો સાબિત થયો છે. તેણે છેલ્લી બે ટી20 મેચોમાં આઠ ઓવરમાં 81 રન આપ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube