India vs Australia Hockey: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમને ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં વિવાદાસ્પદ હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, ત્યારબાદ નેશનલ ટીમના કોચ યાનેક શોપમેને કહ્યું કે, ઘડિયાળની ખામીને કારણે ખેલાડીઓએ તેમની એકાગ્રતા ગુમાવી હતી અને તેનાથી તેઓ ઘણી નિરાશ અને ગુસ્સામાં હતી. ઓસ્ટ્રેલિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતને વિવાદાસ્પદ રીતે 3-0 થી હરાવ્યું. ગોલ્ડ મેડલ મેચમાં તેમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની હાર
ભારતે આખી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ મહત્વની તક ભારત ચૂકી ગયું. પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન પોતાનો પહેલો પ્રયાસ ચૂકનાર ઓસ્ટ્રેલિયાની રોઝી મેલોનને બીજી તક આપવામાં આવી કેમ કે, તે દરમિયાન સ્કોર બોર્ડ પર આઠ સેકન્ડની ઉંઘી ગણતરી શરૂ થઈ ન હતી. મેલોનને બીજી તક મળતા તેણે ગોલ કર્યો અને પોતાની ટીમની લીડ વધારી. ઇંગ્લેન્ડના તકનીકી અધિકારી બી મોર્ગનના આ નિર્ણયથી ભારતીય પ્રશંસકો ગુસ્સામાં હતા.


હાથકડી પહેરાવી પોલીસે જેઠાલાલની કરી ધરપકડ, છેલ્લી ઘડીએ આ શખ્સે બચાવ્યો જીવ


ભારતીય ટીમે ગુમાવી એકાગ્રતા
દરેક ખેલાડીને શૂટઆઉટમાં ગોલ કરવા માટે આઠ સેકન્ડનો સમય મળે છે. મેલોનને ફરી તક મળતા ભારતીય ખેલાડીઓએ પોતાની એકાગ્રતા ગુમાવી હતી અને તેઓ પોતાના પહેલા ત્રણ પ્રયાસમાં ગોલ કરવામાં નિષ્ફળ રહી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ તેમના તમામ પ્રયાસમાં ગોલ કર્યા. શોપમેને મેચ બાદ કહ્યું, આ ઘટનામાં અમે થોડી એકાગ્રતા ગુમાવી હતી. આ નિર્ણયથી અમે બધા નિરાશ હતા.


Commonwealth Games 2022: 10,000 મીટર રેસ વોકમાં પ્રિયંકાએ જીત્યો સિલ્વર મેડલ


ખેલાડીઓને શાંત રાખવાનો કર્યો પ્રયાસ
શોપમેને કહ્યું- મેં ખેલાડીઓને શાંત રાખવાનો પ્રયાસ કર્યો. આ બરાબરીનો મુકાબલો હતો પરંતુ આ ઘટના બાદ તેમની એકાગ્રતા ભંગ થઈ ગઈ. બંને ટીમ નિયમિત સમય સુધી 1-1 થી બરાબરી પર હતી, પરંતુ જે બાદ પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો.


ભાગ્યએ ન આપ્યો સાથ
તેમણે કહ્યું, શૂટઆઉટમાં ભાગ્યે અમારો સાથ આપ્યો નહીં. અમે પહેલો ગોલ બચાવી લીધો હતો પરંતુ અમને જણાવવામાં આવ્યું કે, હજુ ઘડીયાળ શરૂ થઈ ન હતી. સવિતાએ કહ્યું, તેણે નિશ્ચિતરૂપથી ખેલાડીઓની મનોસ્થિતિ પર પ્રભાવ પાડ્યો પરંતુ અમને અમારી કોચે જણાવ્યું કે આ બધુ રમતનો ભાગ છે અને આપણે વાપસીનો પ્રયાસ કરવો જોઇએ. ભારતે રવિવારના બ્રોન્ઝ મેડલ મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો કરવો પડશે.
(ઇનપુટ: ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube