નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 2023-2027 સીઝન માટે મીડિયા રાઇટ્સના પેકેજ એ અને પેકેજ બીની પુષ્ટિ થઈ ગઈ છે. આઈપીએલની આગામી પાંચ સીઝન માટે પેકેજ એ એટલે કે આઈપીએલના ભારતીય ઉપમહાદ્વીપના ટીવી રાઇટ્સની ડિઝ્ની સ્ટારે ખરીદ્યા છે, જ્યારે પેકેજ બી એટલે કે ભારતના ડિજિટલ રાઇટ્સને વાયકોમ18 રિલાયન્સે ખરી્યા છે. આ રીતે આપણે ટીવી પર આઈપીએલ સ્ટાર સ્પોર્ટ્સ પર જોવા મળશે, જ્યારે ડિજિટલમાં અલગ એપ પર આઈપીએલ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલ 2023થી 2027 સુધીના ટીવી રાઇટ્સને સ્ટારે 23,575 કરોડ રૂપિયાની બોલી લગાવી ખરીદ્યા છે, જ્યારે ડિજિટલ રાઇટ્સ મેળવવા માટે વાયકોમ18 (રિલાયન્સ) એ 20500 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. તેવામાં સ્પષ્ટ છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં આઈપીએલ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જોવા મળશે, પરંતુ હવે હોટસ્ટાર પર ટી20 લીગ જોવા મળશે નહીં. 


આ પણ વાંચોઃ વિરાટ કોહલીના ભાઈ વિકાસે આ રીતે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સની બોલતી કરી દીધી બંધ


વાયકોમ18 એ આઈપીએલના ડિજિટલ રાઇટ્સના પ્રતિ મેચ 50 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, તેવામાં આપણે આઈપીએલ મેચ  jio tv પર જોઈ શકીશું. પરંતુ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષ સુધી રિલાયન્સ નવી એપ લોન્ચ કરી શકે છે, જ્યાં તમને આઈપીએલ મેચ લાઇવ જોવા મળશે. ટીવી રાઇટ્સ માટે સ્ટારે પ્રતિ મેચ 57.5 કરોડ રૂપિયા ચુકવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય વર્લ્ડ રાઇટ્સ પણ વોયકોમને મળ્યા છે. ઓસ્ટ્રેલિયા અને યુરોપીયન દેશોમાં ડિજિટલ રૂપમાં વાયકોમ પ્લેટફોર્મ પર આઈપીએલ મેચ જોવા મળશે. પરંતુ હજુ ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube