લંડનઃ પૂર્વ વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચે સાઉથ આફ્રિકાના મેરેથોન મેન કેવિન એન્ડરસનને હરાવીને વિમ્બલ્ડનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું. ફાઇનલ મેચમાં સર્બિયાઇ સ્ટારે એન્ડરસનને સીધા સેટમાં 6-2, 6-2, 7-6 (7/3)થી પરાજય આપ્યો. આ જોકોવિચનું ચોથું વિમ્બલ્ડન ટાઇટલ છે, જ્યારે ઓવરઓલ 13મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. તેણે આ પહેલા 2011, 2014 અને 2015માં આ ટાઇટલ જીત્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકોવિચે પ્રથમ સેટ માત્ર 21 મિનિટમાં 6-2થી પોતાના નામે કરી લીધો. રોજર ફેડરરને હરાવનાર એન્ડરસન બદાવમાં દેખાયો. પ્રથમ સેટ જીત્યા બાદ જોકોવિચને બીજો સેટ જીતવામાં કોઇ મુશ્કેલી ન પડી. તેણે આ સેટ પણ 6-2થી પોતાના નામે કરી લીધો. 



ત્રીજા અને નિર્ણાયક સેટમાં એન્ડરસને વાપસી કરતા જોકોવિચને ટક્કર આપી. પરંતુ પૂર્વ નંબર વન ખેલાડીને પછાડી ન શક્યો. જોકોવિચે આ સેટ 7-6થી પોતાના નામે કરીને ટાઇટલ જીતી લીધું. મહત્વનું છે કે કેવિન એન્ડરસન 97 વર્ષમાં ફાઇનલમાં પહોંચનાર પ્રથમ દક્ષિણ આફ્રિકન ખેલાડી હતો. 


જોકોવિચે ક્યારે જીત્યું ક્યું ગ્રાન્ડસ્લેમ
- ઓસ્ટ્રેલિયન ઓપનઃ 2008, 2011, 2012, 2013, 2015, 2016 
- ફ્રેન્ચ ઓપનઃ 2016
- વિમ્બલ્ડનઃ 2011, 2014, 2015, 2018 
- યૂએસ ઓપનઃ 2011, 2015