IND vs NZ: વર્લ્ડ કપ પહેલા હવે માત્ર 7 મેચ, ફીલ્ડિંગ કોચ શ્રીધરે આપ્યું મહત્વનું નિવેદન
ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે કહ્યું કે રિઝર્વ ખેલાડીઓને પણ મેચ રમવાની તક આપવી પડશે, કારણ કે વિશ્વકપ પહેલા માત્ર સાત મેચ રમવાની છે.
હેમિલ્ટનઃ ભારતના ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરને આશા છે કે આગામી કેટલાક વનડે મેચોમાં રિઝર્વ ખેલાડીઓને રમવાની તક મળશે. કારણ કે ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે આ વર્ષે યોજાનારા આઈસીસીના 50 ઓવરના વિશ્વકપ પહેલા તમામ ખેલાડીઓ મેચ રમવા માટે તૈયાર રહે.
ફીલ્ડિંગ કોચ શ્રીધર ખુશ છે કે ટીમ તૈયાર છે અને બોલરો સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. શ્રીધરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ગુરૂવારથી હેમિલ્ટનમાં શરૂ થઈ રહેલી ચોથી મેચની પૂર્વે કહ્યું, જીત એવી આદત છે, જેને તમે જાળવી રાખવા ઈચ્છો છો અને જોશ ઓછો થવા દેવા માગતા નથી. પરંતુ અમારે રિઝર્વ ખેલાડીઓને પણ મેચ રમવાની તક આપવી પડશે, કારણ કે વિશ્વકપ પહેલા માત્ર સાત મેચ બાકી છે.
વધારે પડતી સ્થિતિ અનુસાર પ્રથમ પસંદવાળી અંતિમ ઇલેવન લગભગ નક્કી હોય છે અને દબાવની સ્થિતિમાં જ્યારે રિઝર્વ ખેલાડી ઉતરે છે, તો મેચ ન રમવાને કારણે લયમાં જોવા મળતા નથી.
હેમિલ્ટનમાં ઉતરતા હિટમેન રોહિત ફટકારશે 'ચોથી બેવડી સદી'
શ્રીધરે કહ્યું, અમે વિશ્વકપ માટે જતા પહેલા આવી સ્થિતિ ઈચ્છતા નથી જ્યાં મુખ્ય ઈલેવન રમતી રહે અને વિશ્વકપમાં જ્યારે અચાનક મહત્વની મેચ રમવાની હોય તો રિઝર્વ ખેલાડી મેચ મેચ રમવાનો પર્યાપ્ત સમય ન મળવાને કારણે તૈયાર ન હોય. મને આશા છે કે ટીમ મેનેજમેન્ટ પણ આ વિશે વિચારી રહ્યું છે.
હૈદરાબાદના આ પૂર્વ પ્રથમ શ્રેણીના ક્રિકેટરનું માનવું છે કે, ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા ભારતને તૈયારી માટે ન્યૂઝીલેન્ડ જેવી સારી સ્થિતિ ન મળી શકે. શ્રીધરે કહ્યું, જૂનમાં ઈંગ્લેન્ડમાં જે સ્થિતિ હશે તેના અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડનથી સારી જગ્યા ન હોઈ શકે. તેથી અમે એવી સ્થિતિ તૈયાર કરવા ઈચ્છીએ છીએ, જ્યાં અમે અમારા રિઝર્વ ખેલાડીઓને રમવાની તક આપી શકીએ.
હાલની સીઝનમાં ભારતે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને હવે ન્યૂઝીલેન્ડમાં વનડે સિરીઝ જીતી છે અને આ દરમિયાન ટીમે માત્ર ઈંગ્લેન્ડમાં હારનો સામનો કરવો પડ્યો. ફીલ્ડિંગ કોચનું માનવું છે કે અનુભવ અને બોલિંગ યૂનિટનું પ્રદર્શન બે પાસા છે, જેણે અંતર ઉભુ કર્યું.
શ્રીધરે કહ્યું, ભારતની બેટિંગ હંમેશાથી મજબૂત રહી છે, પરંતુ હવે બોલરોએ પણ મેચના દરેક તબક્કામાં વિકેટ લેવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું (કુલદીપ અને ચહલ) 24-25 મેચોમાં મળીને આશરે 100 વિકેટ મેળવી છે, જે શાનદાર છે. રમતમાં સૌથી મહત્વપૂર્ણ પાસાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારબાદ અમારી પાસે ભુવી અને બુમરાહના રૂપમાં ડેથ ઓવરોના શાનદાર બોલર છે.