સચિન-કોહલીના ફેન બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, મોટેરા સ્ટેડિયમમાં કરી ખુબ પ્રશંસા
ખચાખચ ભરાયેલા સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતના તે ક્રિકેટ સિતારાને યાદ કર્યાં, જેણે વિશ્વ ક્રિકેટમાં ભારતનું નામ રોશન કર્યું છે.
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ સ્થિત મોટેરા સ્ટેડિયમમાં પોતાના સંબોધન દરમિયાન સ્વીકાર્યું કે, આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતના તે ક્રિકેટ સિતારાના નામ લીધા, જેણે વિશ્વ ક્રિકેટમાં ભારતનું નામ રોશન કર્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગતમાં સરદાર પટેલ (ગુજરાત) સ્ટેડિયમ પોતાની ક્ષમતાથી વધુ ભરેલું જોવા મળ્યું હતું. 1 લાખ 10 હજારથી વધુની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમને જોઈને ટ્રમ્પ ગદગદ થઈ ગયા હતા. તેમણે કહ્યું, 'આજે અમે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારૂ સ્વાગત કર્યું, આજથી ભારત અમારા માટે સૌથી સારો મિત્ર હશે.'
ટ્રમ્પે લીધું સચિન-કોહલીનું નામ
ટ્રમ્પે ભારતીય ક્રિકેટના સિતારાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતે વિશ્વને સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા માટા ખેલાડી આપ્યા છે. સચિન અને વિરાટનું નામ લેતા જ સ્ટેડિયમમાં હાજર લોકોએ તાળીઓ પાડીને ટ્રમ્પના આ સંબોધનનું સ્વાગત કર્યું હતું.
સચિન 24 વર્ષના પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર દમરિયાન વિશ્વ ક્રિકેટમાં છવાયેલો રહ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર છે. બીજી તરફ વિશ્વના નંબર-1 બેટ્સમેન વિરાટ કોહલીએ સતત પોતાની સિદ્ધિઓથી ખાસ જગ્યા બનાવી લીધી છે.
ટ્રમ્પના ભાષણમાં બોલીવુડનો ઉલ્લેખ, યાદ આવી અમિતાભની શોલે, શાહરૂખની DDLJ
ક્રિકેટની દુનિયામાં પણ હલચલ
અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ચર્ચામાં છે. તેમાં 1 લાખ 10 હજાર લોકોને બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી વિશ્વમાં તેની હલચલ છે.
આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત-અમેરિકા આજે દોસ્તીની સાથે-સાથે બિઝનેસના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યાં છે. મેં અને મેલાનિયાએ આજે મહાત્મા ગાંધી આશ્રમનો પ્રવાસ કર્યો, જ્યાંથી ગાંધીજીએ મીઠાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી. આજે અમે તાજમહેલની પણ મુલાકાતે જશું.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube