મોહાલીઃ વિરાટ કોહલી આજે શ્રીલંકા વિરુદ્ધ પોતાના ટેસ્ટ કરિયરની 100મી મેચ રમી રહ્યો છે. આ ખાસ સિદ્ધિ પર ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે તેનું ટીમ ઈન્ડિયાની ખાસ કેપ આપીને સન્માન કર્યુ. મોહાલી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત ત્રણ સ્પિનર અને બે ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતર્યો છે. તો ટીમમાં ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેના સ્થાને હનુમા વિહારી અને શ્રેયસ અય્યરને તક મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીને કેપ આપતા રાહુલ દ્રવિડે કહ્યુ- તમે તેને યોગ્ય છે, તમે તેને મહેનતથી મેળવી છે અને આશા છે કે આ બસ શરૂઆત છે, આગળ ઘણું થવાનું છે. જેમ આપણે ડ્રેસિંગ રૂમમાં કહીએ છીએ, તેને ડબલ કરો. 


આઈપીએલ 2022નો ખિતાબ જીતવાનું ધોનીનું સપનું રહી શકે છે અધૂરું, CSK ટીમમાં છે આ 3 નબળાઇ!


કોહલીએ આ દરમિયાન દ્રવિડને પોતાના આઇડલ ગણાવતા અન્ડર-15ની તે ક્ષણને યાદ કરી જ્યારે તે એનસીએમાં મળ્યા હતા. વિરાટ કોહલી ભારત માટે 100મી ટેસ્ટ મેચ રમનાર 12મો ખેલાડી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube