નોટિંઘમ: ઇંગ્લેન્ડમાં કેપ્ટન જો રૂટે કહ્યું કે, ભારતની સામે આજથી (18 ઓગસ્ટ) શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સને અગિયાર ખેલાડીઓની ટીમમાં સામેલ કરવાનો ફેસલો તેમની કપ્ટનસીપના કરિયરનો સૌથી મુશ્કેલ નિર્ણયમાંથી એક હતો. સ્ટોક્સ બીજા ટેસ્ટ મેચમાં બ્રિસ્ટલ મામલે સુનાવણીના કારણે ટીમથી બહાર છે. ઇંગ્લેન્ડે ટ્રેન્ટ બ્રિજમાં રમાઇ રહેલી ત્રીજી મેચમાં સ્ટોક્સને ટીમમાં જગ્યા આપી છે. સ્ટોક્સને પહેલા 13 સદસ્યીય ટીમમાં સામેલ કરવા આવ્યો ન હતો. પરંતુ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) કહ્યું હતું કે, સ્ટોક્સને ટીમમાં જગ્યા આપવાનો નિર્ણય બ્રિસ્ટલ મામલે સુનાવણી પછી લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિસ્ટલ મામલે સુનાવણીના પછી ઇસીબી આ ઓલ રાઉન્ડર ખેલાડીને ટીમમાં સામેલ પણ કર્યો અને પૂર્વ સંધ્યા પર રૂટે તેને અંતિમ-11માં રાખવાનો નિર્ણય પણ કર્યો હતો. બેન સ્ટોક્સના કારણે પહેલી બે મેચમાં સારૂ પ્રદર્શન કરનાર સેમ કરૂનને બહાર જવું પડ્યું છે.


સેમને બહાર રાખવાનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સને ટીમના અગિયાર ખેલાડીઓમાં સામેલ કર્યો પરંતુ કહ્યું કે, ભારતની સામે ત્રીજી ટેસ્ટમાં સેમ કુરનેને મેચમાંથી બહાર રાખવાનો નિર્ણય તેના માટે સૌથી મુશ્કેલ નિર્ણય હતો. તેણે વધુમાં જણાવ્યું, સેમ બહાર છે અને બેન ટીમમાં રહશે. આ નિર્ણય મુશ્કેલ એટલા માટે હતો કે બધા સારૂ પ્રદર્શન કરી રહ્યાં હતા. સેમ બોલિંગમાં સારુ એવુ પ્રદર્શન કરી રહ્યો હતો. મે પહેલા જ કહ્યું હતું કે ભારત જેવી દુનિયાનિ સર્વશ્રેષ્ઠ ટીમ સામે 5 ટેસ્ટની સીરીઝ જીતવા માટે અમારે 11થી વધારે ખેલાડીઓની જરૂર પડશે.


[[{"fid":"179576","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ben-stokes","field_file_image_title_text[und][0][value]":"ben-stokes"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ben-stokes","field_file_image_title_text[und][0][value]":"ben-stokes"}},"link_text":false,"attributes":{"alt":"ben-stokes","title":"ben-stokes","class":"media-element file-default","data-delta":"1"}}]]


સેમ કુરેનના બહાર જવા પર રૂટે કહ્યું, કુરેન અમારો આક્રમણમાં કઇંક અલગ લાવ્યો હતો. તેણે આ સીરીઝમાં અત્યાસુધી સાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ કહી શકો છો કે આ સરળ નિર્ણય રહ્યો હશે, પણ હું એ રીત નથી જોઇ રહ્યો. તે રમતો હોય છે ત્યારે સાનદાર પ્રદર્શન કરતો હયો છે. મને આશા છે કે આગામી શ્રેણીમાં તેમને ઘણો અહમ રોલ નિભાવવાનો છે. ઇંગ્લેન્ડ આ પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં 2-0થી આગળ છે. તેમનો પ્રયત્ન ત્રીજી મેચ જીતી સીરીઝ તેમના નામે કરવાનો છે.


રમવા માટે તૈયાર છે બેન સ્ટોક્સ
સ્ટોક્સ રમવા માટે તૈયાર છે, આ વાત પર રૂટે કહ્યું કે મે તેની સાથે વાત કરી હતી અને તેને પુછ્યું હતું કે તું રમવા માટે તૈયાર છે. ત્યારે તેણે જવાબ આપતા કહ્યું કે તે મેચ રમવા તૈયાર છે. પાંચ ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી મેચ ટેન્ટ બ્રિજમાં રમાશે. સ્ટોક્સ બ્રિસ્ટલની અદાલતમાં ઝગડાના મામેલ સુનાવણીના કારણે લોર્ડસમાં રમાઇ ગયેલી બજી મેચમાં ટીમનો ભાગ ન હતો. મંગળવારે અદાલતમાં તેને આરોપ મુક્ત કરવામાં આવ્યો.


[[{"fid":"179577","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ben-stokes","field_file_image_title_text[und][0][value]":"ben-stokes"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ben-stokes","field_file_image_title_text[und][0][value]":"ben-stokes"}},"link_text":false,"attributes":{"alt":"ben-stokes","title":"ben-stokes","class":"media-element file-default","data-delta":"2"}}]]


સેમની જગ્યાએ ટીમમાં સામેલ થયો સ્ટોક્સ
27 વર્ષના બેન સ્ટોક્સ અને સેમ કુરેને વર્મિધમમાં રમાઇ ચુકેલી પહેલી ટેસ્ટ મેચને 31 રનથી જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. આ ટેસ્ટમાં કુરેન મેન ઓફ ધ મેચ રહ્યો હતો. જેણે પાંચ વિકેટ સાથે 87 રન પણ બનાવ્યા હતા.


ઇંગ્લેન્ડની ટીમ: જો રૂટ (કેપ્તાન), એલિસ્ટર કુક, કીટન જેનિંગ્સ, જોની બેયરસ્ટો, જોસ બટલર, ઓલિવર પોપ, મોઇન અલી, આદિલ રાશિદ, જેમી પોર્ટન, સૈમ કુરેન, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ, બેન સ્ટોક્સ.