નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના અનુભવી ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસે ટી20 વિશ્વકપને નક્કી સમય પર કરાવવા માટે ખાસ સલાહ આપી છે. ડુ પ્લેસિસે ટી20 વિશ્વકપના આયોજન પહેલા અને બાદમાં ખેલાડીઓને બે સપ્તાહ સુધી આઇસોલેશનમાં રાખવાની સલાહ આપી છે. અન્ય ખેલોન જેમ કોવિડ 19 મહામારીને કરણે વિશ્વભરમાં ક્રિકેટની ગતિવિધિઓ ઠપ્પ પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વિશ્વકપનું ભવિષ્ય પણ નક્કી નથી. બાંગ્લાદદેશના વનડે કેપ્ટન તમીમ ઇકબાલ સાથે વાત કરતા ફાફ ડુ પ્લેસિસે કહ્યુ કે, ઓસ્ટ્રેલિયામા આ ઘાતક બીમારીની વધુ અસર નથી છતા યાત્રામાં સમસ્યા થશે. 


રોહિત શર્માએ જણાવ્યુ, કોરોના વાયરસમા પણ છુપાયો છે ધરતી માતાનો સકારાત્મક સંદેશ  


ફાફે કહ્યુ, મને નથી ખ્યાલ.. વાંચી રહ્યો છુ કે યાત્રા કરવી ઘણા દેશો માટે સમસ્યા હોઈ શકે છે અને તે ડિસેમ્બર કે જાન્યુઆરીની વાત કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અન્ય દેશ જેટલો પ્રભાવિત નથી છતાં પણ બાંગ્લાદેશ, આફ્રિકા કે ભારતથી લોકોને લઈ જવા જ્યાં વધુ ખતરો છે. ચોક્કસ તેના સ્વાસ્થ્યને લઈને ખતરો છે. તેણે કહ્યુ, પરંતુ તમે ટૂર્નામેન્ટના બે સપ્તાહ પહેલા અલગ રહી શકો અને પછી ટૂર્નામેન્ટ બાદ બે સપ્તાહ સુધી આઈસોલેશનમાં. 


દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત વિશ્વના ઘણા દેશોથી યાત્રા સંબંધિત પ્રતિબંધો લગાવ્યા છે અને ફાફે મજાકમાં કહ્યુ, જૂના દિવસોની જેમ હોળીથી યાત્રા કરવાનો વિકલ્પ નથી. તેણે કહ્યુ, પરંતુ મને ખ્યાલ નથી કે દક્ષિણ આફ્રિકા યાત્રા સંબંધિત પ્રતિબંધ ક્યારે હટાવશે કારણ કે આપણે જૂના દિવસોની જેમ હોળીમાં ન જઈ શકીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર