કેન્ડીઃ ખંભાની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ ઈજાને કારણે ફાફ વનડે શ્રેણીના બાકીના બે મેચ રમી શકશે નહીં. આ સાથે તે શ્રીલંકા વિરુદ્ધ એકમાત્ર ટી-20 મેચ પણ ગુમાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા વિરુદ્ધ શ્રેણીની ત્રીજી વનડેમાં ફિલ્ડિંગ કરતા સમયે 10મી ઓવરમાં કેચ પકડવાના પ્રયત્નમાં પ્લેસિસ પડી ગયો અને તેને ડાબા ખંભામાં ઈજા થઈ. આ કારણે તે સારવાર માટે તુરંત મેદાનની બહાર ચાલ્યો હતો હતો. 



પ્લેસિસની ઈજામાં રાહત થવામાં ઓછામાં ઓછા છ સપ્તાહનો સમય લાગશે. ચિકિત્સકોએ કહ્યું, પ્લેસિસના ડાબા ખંભામાં ઈજા થઈ છે. આ કારણે તે શ્રીલંકાના પ્રવાસમાં બાકીની મેચો માટે ટીમમાં સામેલ થઈ શકશે નહીં. તેણે આશરે 6 સપ્તાહ સુધી પુનર્વસનમાં રહેવું પડશે. તેની વાપસીનો સમય પણ જલ્દી જણાવી દેવામાં આવશે.