નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની મેચ આ પણ હંમેશાં હાઈવોલ્ટેજ હોય છે. એશિયા કપ-2018માં બુધવારે રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચ પણ ચર્ચામાં રહી. ભારતની શ્રેષ્ઠ બોલિંગ સામે પાક બેટ્સમેન ટકી શક્યા નહીં અને ટીમ 8 વિકેટે મેચ હારી ગઈ. પાકિસ્તાનના આ પરાજયની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ એક યુવતીનો ફોટો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ફોટાની સાથે પ્રશંસકો બીસીસીઆઈને પણ કંઈ અનોખી અપીલ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં રોહિત શર્માના શાનદાર ચોગ્ગા-છગ્ગાની સાથે-સાથે મેદાન પર લાગેલા કેમેરાઓએ સ્ટેન્ડ્સમાં બેસેલી એક પાકિસ્તાની ફેનને પણ કેદ કરી લીધી હતી. કેમેરામાં કેદ થયેલી આ પાકિસ્તાની સુંદરીની તસવીર આજે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. આ પાકિસ્તાની સુંદરીની સુંદરતાના પ્રશંસક ભારતીયો પણ બની ગયા છે. 


19 દિવસના ઉપવાસ બાદ હાર્દિક આ શું કરી રહ્યો છે? જાણો