ટોક્યોઃ ઓલિમ્પિકમાં ટ્રેક અને ફીલ્ડ પર સામાન્ય અંતરથી મેડલ ચુકવાનો ઈતિહાસ લઈ ભારતીય એથ્લેટિક્સ દળ શુક્રવારે ટોક્યોમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે જ્યારે મેડલની આશા ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા ચાર ઓગસ્ટે પડકાર રજૂ કરશે. વિશ્વ રેન્કિંગમાં ચોથા સ્થાને રહેલ ચોપડા ઓલિમ્પિકમાં મેડલનો પ્રબળ દાવેદાર છે. પરંતુ તેની તૈયારી વધુ સારી રહી નથી. કોરોના મહામારીને કારણે તે ઓલિમ્પિક પહેલા માત્ર એક સર્વોચ્ચ સ્તરીય ટૂર્નામેન્ટ રમી શક્યો છે. 


ભારતીય એથ્લેટિક્સ મહાસંઘે ખેલાડીઓ માટે ઓલિમ્પિક પહેલા વિદેશમાં અભ્યાસ અને સ્પર્ધાના પ્રવાસની યોજના બનાવી હતી પરંતુ મહામારીને કારણે યાત્રા પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા તેને રદ્દ કરવો પડ્યો હતો. ભારતના 26 સભ્યોના દળમાંથી માત્ર ચોપડા ટોક્યો જતા પહેલા યૂરોપમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેણે ઓલિમ્પિક પહેલા ત્રણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી પરંતુ પહેલામાં બે સ્થાનીક ખેલાડી ભાગ લઈ રહ્યા હતા. ત્રીજી ટૂર્નામેન્ટમાં ફિનલેન્ડમાં કુઓર્તાનેમાં હતી જેમાં તે 86.79 મીટરનો થ્રો કરી ત્રીજા સ્થાને રહ્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube