અબુધાબી: વેસ્ટઈન્ડિઝ (West Indies)ના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો (Dwayne Bravo) એ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. 4 નવેમ્બરે સુપર-12 સ્ટેજમાં મળેલી હાર પછી બ્રાવોએ પોતાના કરિયરરને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર પછી બ્રાવો નિરાશ થયો
38 વર્ષીય ડ્વેન બ્રાવોએ પહેલા પણ નિવૃતિની જાહેર કરી હતી, પરંતુ વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરીથી મેદાનમાં વાપસી કરી હતી. તે હાલના ટી20 વર્લ્ડકપમાં કેરેબિયન ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. ગત ગુરુવારે શ્રીલંકા વિરુદ્ધ મળેલી હારની સાથે વેસ્ટઈન્ડિઝ ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર નીકળી ગયું છે, જેના કારણે બ્રાવોનું દિલ તૂટી ગયું છે.


શ્રીલંકાએ વેસ્ટઈન્ડિઝને હરાવ્યું
શ્રીલંકાએ સુપર 12 સ્ટેજની આ મેચમાં વેસ્ટઈન્ડિઝને 20 રનથી હરાવ્યું હતું. કેરેબિયન ટીમ માટે 4 મેચોમાં આ ત્રીજી હાર હતી અને ટીમને હવે 6 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમવાની છે, જે બ્રાવો માટે છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ હશે.


17 વર્ષના કરિયરનો આવશે અંત
લગભગ 17 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર બ્રાવોએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે સમય આવી ગયો છે. મારું કરિયર ખુબ જ સારું રહ્યું છે. 18 વર્ષો સુધી વેસ્ટઈન્ડિઝને રિપ્રજેન્ટ કરતા ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ જ્યારે હું પાછળ વળીને જોવું છું તો આટલો લાંબો સમય સુધી આ ફીલ્ડ અને કેરેબિયન લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે ખુબ જ આભારી છું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube