શારજાહઃ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ હજુપણ મેદાન પર તેનો જલવો છે. યૂએઈમાં રમાઈ રહેલી ટી10 લીગમાં ડ્વેન બ્રાવોએ એક અલગ જ અંદાજમાં ડાંસ કરીને દર્શકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટૂર્નામેન્ટમાં ડ્વેન બ્રાવો મરાઠા અરેબિયન્સની ટીમ તરફથી રમી રહ્યો હતો. બંગાલ ટાઇગર્સ વિરુદ્ધ એલિમિનેટર મેચ દરમિયાન ડ્વેન બ્રાવોએ એક કેચ ઝડપીને ચિકન ડાન્સ કર્યો ત્યારબાદ બધા પેટ પકડીને હસ્યા હતા. 


બંગાલ ટાઇગર્સ વિરુદ્ધ એલિમિનેટર મેચમાં ડ્વેન બ્રાવોએ મેચની 9મી ઓવર દરમિયાન મોહમ્મદ નબીનો કેચ ઝડપ્યો ત્યારબાદ તેણે મેદાન પર ચિકન ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. બ્રાવોએ આ કેચ તેની જ ઓવરમાં પકડ્યો હતો. બ્રાવોના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


35 વર્ષીય બ્રાવોએ 2004માં પર્દાપણ કર્યા બાદ 40 ટેસ્ટ મેચ, 164 વનડે અને 66 ટી20 મેચ રમી હતી. છેલ્લે તેણે બે વર્ષ પહેલા પાકિસ્તાન વિરુદ્ધ અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 2200 રન, 86 વિકેટ, વનડેમાં 2968 રન, 199 વિકેટ અને ટી-20 ઈન્ટરનેશનલમાં 1142 રન બનાવવા સિવાય 52 વિકેટ પણ ઝડપી હતી. 


ટેસ્ટ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયાની માઇન્ડ ગેમ, ભારતીય ક્રિકેટરોને ગણાવ્યા 'ડરપોક બેટ્સમેન'

ત્યારબાદ તેને 2015ના વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 2016ના ટી20 વિશ્વકપમાં તેની ટીમમાં વાપસી થઈ અને તેણે ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.