ડ્વેન બ્રાવોની ત્રણ વર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝની ટી20 ટીમમાં વાપસી
બે વખત વિશ્વ ટી20 જીતનારી વેસ્ટ ઈન્ડિઝ ટીમના સભ્ય રહેલા બ્રાવોને આયર્લેન્ડ વિરુદ્ધ આ મહિને રમાનારી ત્રણ મેચોની સિરીઝ માટે 13 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ વિશ્વ ટી20 ટાઇટલ બચાવવાના પ્રયત્નમાં લાગેલા વેસ્ટ ઈન્ડિઝે ડ્વેન બ્રાવોને (Dwayne Bravo) રવિવારે ટીમમાં સ્થાન આપ્યું છે. બ્રાવોએ કેરેબિયન ટીમ તરફથી છેલ્લી મેચ ત્રણ વર્ષથી પણ વધુ સમય પહેલા રમી હતી. બે વખત વિશ્વ ટી20 જીતનારી વેસ્ટ ઈન્ડિઝ ટીમના સભ્ય રહેલા બ્રાવોને આયર્લેન્ડ વિરુદ્ધ આ મહિને રમાનારી ત્રણ મેચોની સિરીઝ માટે 13 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વેસ્ટ ઈન્ડિઝની નજર આગામી ટી20 વિશ્વકપમાં ટાઇટલ બચાવવા પર છે, જેનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવશે. બ્રાવો છેલ્લે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાન વિરુદ્ધ ટી20 મેચ રમ્યો હતો ત્યારબાદ તેણે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પર ધ્યાન આપવા માટે નિવૃતી લઈ લીધી હતી. ઓલરાઉન્ડર રોવમેન પાવેલની પણ ટીમમાં વાપસી થઈ છે.
આયર્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝની જેમ ટી20 સિરીઝમાં પણ ટીમના નિયમિત કેપ્ટન જેસન હોલ્ડરને આરામ આપવામાં આવ્યો છે. કાયરન પોલાર્ટ ટીમની આગેવાની કરશે. બંન્ને ટીમો વચ્ચે ત્રણ ટી20 મેચ 15, 18 અને 19 જાન્યુઆરીએ રમાશે.
ટી20 વિશ્વકપમાં ટીમોની સંખ્યા વધારીને 20 કરવા પર વિચાર કરી રહ્યું છે આઈસીસીઃ રિપોર્ટ
વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ પ્રકારે છેઃ કાયરન પોલાર્ડ (કેપ્ટન), ડ્વેન બ્રાવો, શેલ્ડક કોટરેલ, શિમરોન હેટમાયર, બ્રેન્ડન કિંગ, એવિન લુઇસ, ખૈરી પિયરે, નિકોલસ પૂરન, રોવમેન પાવેલ, શેરફાઇન રદરફોર્ડ, લેન્ડન સિમન્સ, હેડન વાલ્શ અને કેસરિક વિલયમ્સ.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube