ભારત ટી બ્રેક લઇને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકતા નથી: વિદેશ મંત્રી
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની સાથે ક્રિકેટ સંબંધ ફરીથી શરૂ કરવાના પ્રયત્નનો વિરોધ કર્યો છે. એસ. જયશંકરે કહ્યું કે, તે સંભવ નથી કે, પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરતું રહે અને ભારત તેની સાથે ક્રિકેટ રમવા માટે તૈયાર થાય
ન્યૂયોર્ક: ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની સાથે ક્રિકેટ સંબંધ ફરીથી શરૂ કરવાના પ્રયત્નનો વિરોધ કર્યો છે. એસ. જયશંકરે કહ્યું કે, તે સંભવ નથી કે, પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરતું રહે અને ભારત તેની સાથે ક્રિકેટ રમવા માટે તૈયાર થાય. ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય ક્રિકેટ સીરીઝ 2012માં રમાઇ હતી. જો કે, બંને દેશ આઇસીસી અથવા એસીસીની ટૂર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરતા રહ્યાં છે.
આ પણ વાંચો:- અડવાણી-મેહતાની જોડીએ વિશ્વ ટીમ સ્નૂકરનું ટાઇટલ જીત્યું
વિદેશ મંત્રી એસ. જયશંકરે અહીં એક કાર્યક્રમમાં કહ્યું, બંને દેશના સંબંધ એવા તો થઇ શકતા નથી. શું તે સંભ છે કે એક દેશ આતંકવાદનું સમર્થન કરતું રહે. તે આત્મધાતી હુમલાખોર મોકલતો રહે. હિંસાને પ્રોત્સાહન આપતું રહે, અને તમે કહો કે, ચલો ટી-બ્રેક લઇને થોડું ક્રિકેટ રમી લઇએ.
વિદેશ મંત્રીએ ભારતમાં ઊરી, પઠાણકોટ અને પુલવામામાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અમારા દેશમાં લોકતંત્ર છે, જેમાં તમારે લાગણીઓને કદર કરવી પડે છે. એવામાં અમે આ સંદેશ નથી આપી શકતા કે તમે રાતના અંધારમાં આતંક ફેલાવો અને દિવસના અજવાળામાં વ્યાપાર કરો.
આ પણ વાંચો:- હરિયાણા ભાજપના પ્રમુખને મળ્યો રેસલર યોગેશ્વર દત્ત, પાર્ટીમાં સામેલ થવાની અટકળો
એસ. જયશંકરે કહ્યું કે રિયલ લાઇફમાં પોતાને મુદ્દોથી અલગ રાખવું ઘણું મુશ્કેલ છે. ભારત કાઉન્ટર ટેરર અટેકની દિશામાં કાર કરી રહ્યું અને દુનિયાને આ વાત માટે સમજાવવામાં લાગ્યું છે કે તમામ લોકો આ મુદ્દા પર સાથે આવે.
પાકિસ્તાનની ટિક્કા કરતા એસ. જયશંકરે કહ્યું કે, દુનિયાના કોઇ હિસ્સામાં આતંકવાદ છે. પરંતુ દુનિયામાં એવો કોઇ દેશ નથી, જે આતંકવાદને તેમના પાડોશી દેશની સામે કોઇ ઉદ્યોગની જેમ ઉપયોગ કરતું હોય. આ એક સપ્તામાં બીજી તક છે, જ્યારે ભારતીય વિદેશ મંત્રીએ પાકિસ્તાનને ખરીખોટી સંભળાવી છે.
જુઓ Live TV:-