ઢાકાઃ ભારતીય ટીમને એસીસી ઇમર્જિંગ ટીમ્સ કપ-2019 (Emerging Teams Cup 2019)ની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. બુધવારે તેને રોમાંચક મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાને (IND vs PAK) 3 રને પરાજય આપ્યો હતો. હવે ફાઇનલમાં પાકિસ્તાનનો સમનો યજમાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. ફાઇનલ મુકાબલો 23 નવેમ્બરે ઢાકામાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીરપુર (ઢાકા)ના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 267/7નો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમ નિર્ધારિત 50 ઓવરોમાં 264/8 રન બનાવી શકી હતી. અંતિમ ઓવરમાં ભારતની ઇમર્જિંગ ટીમને જીતવા માટે 8 રનની જરૂર હતી, પરંતુ પાકિસ્તની બોલર ઉમાદ બટે આ નિર્ણાયક ઓવરમાં 4 રન આપ્યા અને એક વિકેટ પણ હાસિલ કરી હતી. 


ભારતીય ટીમ તરફથી સનવીર સિંહે રનઆઉટ થતાં પહેલા 90 બોલમાં 76 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ટીમ તરફથી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન બીઆર શતરે 47 રન બનાવ્યા, જ્યારે અરમાન જાફરે 46 રનનું યોગદાન આપ્યું હતું. 


વિરાટ કોહલીને 2019મા મળ્યો આ એવોર્ડ, પહેલા પત્ની અનુષ્કાને પણ મળી ચુક્યો છે


આ પહેલા પાકિસ્તાનની ટીમે ઓમૈર યૂસુફની અડધી સદી (66)ની મદદથી 267/7 રન બનાવ્યા હતા. ભારત તરફથી ફાસ્ટ બોલર શિવમ માવીએ 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય સૌરભ દુબેએ 2 અને ઓફ સ્પિનર રિતીક શોકીનને બે સફળતા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube