આઈપીએલ-2020ની યજમાની માટે અમીરાત ક્રિકેટ બોર્ડને મળ્યો BCCIનો સત્તાવાર પત્ર
અમીરાત ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ સોમવારે પુષ્ટિ કરી છે કે તેને આઈપીએલની આગામી સીઝનની યજમાની માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) નો સત્તાવાર પત્ર મળ્યો છે. અમીરા ક્રિકેટ બોર્ડના મહાસચિવ મુબાશીર ઉસ્માનીએ આ જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ અમીરાત ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ સોમવારે પુષ્ટિ કરી છે કે તેને આઈપીએલની આગામી સીઝનની યજમાની માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) નો સત્તાવાર પત્ર મળ્યો છે. અમીરા ક્રિકેટ બોર્ડના મહાસચિવ મુબાશીર ઉસ્માનીએ આ જાણકારી આપી છે.
ઉસ્માનીએ કહ્યુ, અમને સત્તાવાર પત્ર મળ્યો છે અને હવે ભારત સરકારના તે નિર્ણયની રાહ જોઈશું જે અંતિમ નિર્ણય પર મહોર લગાવશે. આ પહેલા આઈપીએલના ચેરમેન બૃજેશ પટેલે પુષ્ટિ કરી હતી કે ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)માં આયોજીત કરવામાં આવશે.
ઉસ્માનીએ કહ્યુ, ઘણા કારણ છે જે વિશ્વની સૌથી રોમાંચક, લોકપ્રિય અને આકર્ષક ટૂર્નામેન્ટની યજમાનીને પ્રભાવિત કરે છે. હવે અમારે આઈપીએલની યજમાનીના બધા પાસાઓ પર ચર્ચા કરવા માટે નિષ્ણાંતોની સલાહ લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તેના માટે અબુધાબી, દુબઈ અને શારજાહ સ્પોર્ટસ કાઉન્સલ, પર્યટન વિભાગ અને સંબંધિત સરકારી સંસ્થાઓ સામેલ છે- જેમ કે પોલીસ દળ અને સ્વાસ્થ્ય તથા નિવારણ મંત્રાલય.
ICCએ શરૂ કરી વનડે સુપર લીગ, ભારતમાં 2023 વર્લ્ડ કપ માટે થશે ક્વોલિફિકેશન
યૂએઈએ આ પહેલા ભારતમાં લોકસભા ચૂંટણીને કારણે વર્ષ 2014ની આઈપીએલની શરૂઆતી મેચોની યજમાની કરી હતી. કોવિડ-19ને કારણે હાલની સ્થિતિ પર ઉસ્માનીએ કહ્યુ, સૌથી પહેલા તો અમે તે વાતથી ખુશ છીએ કે યૂએઈ સરકારે આ વાયરસને કઈ રીતે જવાબ આપ્યો, જે ફેબ્રુઆરીની શરૂઆતમાં હતો- કેસો ઘટ્યા અને રિકવરી રેટ વધ્યો. તેમણે આગળ કહ્યું, બીજીવાત અમે કોવિડ-19થી બચાવ અને સુરક્ષા ઉપાયોના સંબંધોમાં સ્વાસ્થ્ય અધિકારીઓની દરેક જરૂરીયાતો પૂરી કરશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ આ વર્ષે પુરૂષોના ટી20 વિશ્વકપને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો, જેથી આઈપીએલ 2020ને વિન્ડો મળી છે. આઈપીએલ 2020 માટે ખેલાડીઓના ટ્રેનિંગ કેમ્પ અને સ્ટાન્ડર્ડ સંચાલન પ્રક્રિયા પર ચર્ચા તે વિષયોમાં સામેલ છે. જેના પર આગામી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube