લીડ્સઃ ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 80 રન બનાવીને તે બેટ્સમેનોની વિશેષ યાદીમાં સામેલ થઈ ગયો જેણે બંન્ને ઈનિંગમાં વિરોધી ટીમની એક ઈનિંગથી વધુ રન બનાવ્યા છે. પ્રથમ ઈનિંગમાં 74 રન ફટકારનાર લાબુશેને શનિવારે હેડિંગ્લેમાં બીજી ઈનિંગમાં 80 રન બનાવ્યા, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 67 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિઝમાં છેલ્લા 71 વર્ષમાં આ ઈંગ્લેન્ડનો સૌથી ઓછો સ્કોર છે. લાબુશેન આમ કરનાર વિશ્વનો 5મો અને ઓસ્ટ્રેલિયાનો ચોથો બેટ્સમેન છે. આ યાદીમાં ટીમના કોચ જસ્ટિલ લેંગર પણ સામેલ છે. લાબુશેન અને લેંગર સિવાય આ યાદીમાં ડોન બ્રેડમેન, ગાર્ડન ગ્રીનિજ અને મેથ્યૂ હેડન પણ સામેલ છે. 


બ્રેડમેને 1948મા ભારત વિરુદ્ધ 132 અને અણનમ 127 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ભારતીય ટીમ 125 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ગ્રીનિજે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1976મા 134 અને 101 રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 71 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. 

IND vs WI: કેપ્ટન વિરાટ કોહલી વાંચી રહ્યો હતો આ પુસ્કર, તસ્વીર થઈ વાયરલ 


હેડને 2002મા બ્રિસબેનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 197 અને 103 રન બનાવ્યા, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 79 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. લેંગરે 2004મા પાકિસ્તાન વિરુદ્ધ 191 અને 97 રન બનાવ્યા જ્યાં પાકિસ્તાનની ઈનિંગ માત્ર 92 રનમાં સમેટાઇ ગઈ હતી. લાબુશેને ત્રીજી ટેસ્ટ મેચમાં 74 અને 80 રન બનાવ્યા, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 67 રનમાં ઓલાઆઉટ થઈ ગઈ હતી.