નવી દિલ્હીઃ ભુવનેશ્વર કુમારને સ્વિંગ નો કિંગ કહેવામાં આવે છે, કારણ કે તે શરૂઆતી ઓવર્સમાં બોલ એટલો સ્વિંગ કરાવે છે, જેનો કોઈ તોડ નથી. જોસ બટલર જેવો બેટર પણ ક્લીન બોલ્ડ થઈ જાય છે, અને જેસન રોય પણ સમજી શકતો નથી કે બોલ શું હરકત કરશે. આ કારણ છે કે ભુવનેશ્વર કુમારે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ભુવનેશ્વર કુમાર ટી20 આંતરરાષ્ટ્રીય મેચની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ઓવરમાં 14 વિકેટ ઝડપી છે. તેનાથી વધુ વિકેટ આ ફોર્મેટમાં કોઈ બોલર ઝડપી શક્યો નથી. ભુવનેશ્વર કુમારે બર્મિંઘમમાં ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને આઉટ કરી આ રેકોર્ડ બનાવ્યો હતો. 


આ પણ વાંચોઃ વર્લ્ડ ક્રિકેટના આ 5 ઘાતક બોલરોનો હતો દબદબો, કોઇ બેટ્સમેનમાં સિક્સર ફટકારવાની ન્હોતી હિંમત


મીડિયમ પેસર ભુવનેશ્વર કુમાર ટી20 આંતરરાષ્ટ્રીય મેચની પ્રથમ ઓવરમાં અત્યાર સુધી 14 વિકેટ ઝડપી ચુક્યો છે, જ્યારે ડેવિડ વિલીએ 13, એન્જેલો મેથ્યૂઝે 11, ટિમ સાઉદીએ 9 અને ડેન સ્ટેને પણ 9 વિકેટ ઝડપી છે. આ આંકડા તે ખેલાડીઓના છે, જે ટેસ્ટ પ્લેઇંગ નેશન્સનો ભાગ છે. આ સિવાય ભારત તરફથી પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ ભુવી બાદ અશ્વિન (4 વિકેટ) એ ઝડપી છે.


પ્રથમ ઓવરમાં કેમ સફળ છે ભુવનેશ્વર કુમાર?
હકીકતમાં ભુવનેશ્વર કુમાર પ્રથમ ઓવરમાં આટલો વધુ સફળ છે તેનું કારણ સ્વિંગ બોલિંગ છે. નવા બોલથી ભુવી જે રીતે સ્વિંગ પ્રાપ્ત કરે છે, તેનો સામનો કરવો કોઈ બેટર માટે સરળ હોતો નથી. જો કોઈ બેટર શોટ ફટકારવાનો પ્રયાસ કરે છે તો તે વિકેટની પાછળ આઉટ થાય છે. જો તે બોલ મિસ કરે તો નવો બોલ સીધો સ્ટમ્પમાં જઈને ટકરાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube