લંડનઃ પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અહીં પાંચ મેચોની સિરીઝના ચોથા વનડે મેચમાં પાકિસ્તાન હાર્યા બાદ ટીમની બોલિંગ પર નારાજગી વ્યક્ત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડે 49.3 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. અખ્તરે મુકાબલા બાદ ટ્વીટ કર્યું, 'પાકિસ્તાન એકવાર ફરી 300થી વધુ રનનો લક્ષ્ય બચાવી ન શક્યું.' બોલરોએ ફરી નિરાશ કર્યાં. 


ENGvsPAK: પાકિસ્તાનને ચોથા વનડેમાં 3 વિકેટે હરાવી ઈંગ્લેન્ડે શ્રેણી કરી કબજે 


આ જીત બાદ ઈંગ્લેન્ડે પાંચ મેચોની સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.